AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : વર્લ્ડ કપમાં કોણે કયો એવોર્ડ જીત્યો? વાંચો સંપૂર્ણ લિસ્ટ

T20 World Cup 2024: કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે ઈતિહાસ રચાયો હતો કારણ કે ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 29 જૂન 2024 ક્રિકેટ ઈતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે.

T20 World Cup 2024 : વર્લ્ડ કપમાં કોણે કયો એવોર્ડ જીત્યો? વાંચો સંપૂર્ણ લિસ્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2024 | 9:41 AM
Share

T20 World Cup 2024: કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે ઈતિહાસ રચાયો હતો કારણ કે ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 29 જૂન 2024 ક્રિકેટ ઈતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે.

ફાઇનલમાં જીતવા માટે 177 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સામે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે ક્વિન્ટન ડી કોક સાથે મળીને 39 બોલમાં 58 રન ઉમેર્યા હતા પરંતુ અક્ષર પટેલના એક સરળ બોલ પર તેઓએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બાઉન્ડ્રી પર સૂર્યકુમાર દ્વારા લેવાયેલા મિલરના કેચથી મેચનો માર્ગ બદલાઈ ગયો અને ભારતે 11 વર્ષના ઇંતેજારનો અંત પામીને ICC ટાઈટલ જીત્યું હતું.

ICC T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ઈતિહાસનો બીજો કેપ્ટન બન્યો છે. દક્ષિણ આફ્રિકાને તેના પ્રથમ ICC ટાઇટલની શોધમાં ફરીથી મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો. 11 વર્ષ બાદ ભારતનું આ પ્રથમ ICC ટાઈટલ છે. છેલ્લી વખત ભારતે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી આ સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20I ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

સ્માર્ટ કેચ ઓફ ધ મેચ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં સ્માર્ટ કેચ ઓફ ધ મેચ એવોર્ડ ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આપવામાં આવ્યો હતો જેણે હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડ્રી પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લઈને મેચનો માર્ગ બદલી નાખ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2024 પ્રાઈઝ મની

T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતને ₹20.37 કરોડ અને ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને ₹10.64 કરોડ ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.

ક્રમ પુરસ્કાર રકમ
1 વિજેતા (ભારત) ₹20.37 Crore
2 રનર અપ (દક્ષિણ આફ્રિકા) ₹10.64 Crore
3 સ્માર્ટ કેચ ઓફ ધ મેચ $3,000
4 પ્લેયર ઓફ ધ મેચ $5,000
5 પ્લેયર ઓફ ધ સિરીઝ $15,000

T20 World Cup 2024 Final માં કોણે કયો એવોર્ડ જીત્યો

એવોર્ડ વિજેતા રકમ
પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી  (76 રન, 59 બોલ) $5,000
પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ  (9 વિકેટ, ચાર ઇનિંગ ) $15,000
સ્માર્ટ કેચ ઓફ ધ મેચ સુર્યકુમાર યાદવ $3,000

T20 World Cup 2024 સૌથી વધુ વિકેટ

T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો ભારતના અર્શદીપ સિંહ અને અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકી 17 વિકેટ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.

ખેલાડી વિકેટ ઇનિંગ્સ
સૌથી વધુ વિકેટ અર્શદીપ સિંહ (ભારત) 17 વિકેટ 8
ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન) 17 વિકેટ 8

T20 World Cup 2024  સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

એવોર્ડ ખેલાડી સ્કોર વિપક્ષી ટીમ
સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) 98 (53 બોલ) અફઘાનિસ્તાન

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">