AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના 111 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરતાં કુલ 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઇંચથી લઈને પોણા 6 ઇંચ સુધી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના 111 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2026 | 8:51 AM
Share

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરતાં કુલ 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઇંચથી લઈને પોણા 6 ઇંચ સુધી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.75 ઇંચ નોંધાયો છે. નવસારી શહેરમાં પણ 4.80 ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડ અને સુરતમાં પણ મેઘમહેર

વલસાડ જિલ્લાના પારડીમાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત જિલ્લાના પલસાણામાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ચીખલીમાં 2.48 ઇંચ અને સુરતના મહુવામાં 2.17 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

અનેક તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ

આ ઉપરાંત નાનાપોંઢામાં 1.97 ઇંચ, વલસાડના કપરાડામાં 1.85 ઇંચ, સુરતના બારડોલીમાં 1.73 ઇંચ તેમજ સુરત શહેરમાં પણ 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઇંચથી લઈને પોણા 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા તાલુકાઓ

  • જલાલપોર (નવસારી) – 5.75 ઇંચ

  • નવસારી શહેર – 4.80 ઇંચ

  • પારડી (વલસાડ) – 3.82 ઇંચ

  • પલસાણા (સુરત) – 3.07 ઇંચ

  • ચીખલી (નવસારી) – 2.48 ઇંચ

  • મહુવા (સુરત) – 2.17 ઇંચ

  • નાનાપોંઢા – 1.97 ઇંચ

  • કપરાડા (વલસાડ) – 1.85 ઇંચ

  • બારડોલી (સુરત) – 1.73 ઇંચ

  • સુરત શહેર – 1.73 ઇંચ

 આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યાં તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- પશુપાલનનુ હબ કહેવાતા સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ– Video

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">