Kam Ni Vaat: 30 ટકા સુધી ઘટી જશે તમારુ વિજ બીલ, જો તમે રાખશો કેટલીક વાતોનું ધ્યાન

કેટલીક સામાન્ય બાબતોનું રોજીંદા જીવનમાં ધ્યાન રાખશો તો તમારા વીજ બીલમાં ઘટાડો લાવી શકો છો અને વધતી મોંઘવારી વચ્ચે તમારા બજેટને સાચવી શકો છો.

Dipali Barot
| Edited By: | Updated on: May 16, 2022 | 7:35 PM

જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ લોકોનું મહિનાનું બજેટ (Monthly budget) પણ ખોરવાઈ રહ્યું છે કારણ કે વધી રહ્યું છે તેમની વીજળીનું બીલ (Electricity bill) . હવે કૂલર, એસી, ફ્રીજ, પંખા બધુ એક સાથે ચલાવશો તો વીજ બીલ તો વધવાનું જ ને પણ હા તેમાં તમે તમારી સમજદારીથી ઘટાડો કરી શકો છો. એક તરફ ગરમી વધી રહી છે અને બીજી તરફ મોંઘવારી (Inflation)માં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉનાળામાં એસી (Air conditioning) અને ફ્રીજ (Fridge)ના વધુ વપરાશથી વધતું વીજબીલ લોકોને રાતા પાણીએ રોવડાવી રહ્યું છે. તમને ખ્યાલ જ હશે કે શિયાળાની સરખામણીએ ઉનાળામાં વિજળીનું બિલ 2થી 3 ગણું વધી જાય છે. પરંતુ જો તમે કેટલીક સામાન્ય બાબતોનું રોજીંદા જીવનમાં ધ્યાન રાખશો તો તમારા વીજ બીલમાં ઘટાડો લાવી શકો છો અને વધતી મોંધવારી વચ્ચે તમારા બજેટને આસાનીથી સાચવી શકો છે. જેમ કે

રાખો આટલી વાતોનું ધ્યાન

  1.  BEE એટલે કે બ્યૂરો ઓફ એફિશિયન્સીથી સર્ટીફાઈડ AC, ફ્રિજ અને પંખાનો ઉપયોગ કરો.
  2.  ઉનાળાની શરૂઆત થતાં જ તમે AC અને પંખાની સર્વિસ (Service) કરાવી દો.
  3.  જુની ટેક્નોલોજી પર ચાલનાર ડિવાઈસના બદલે નવી ટેક્નોલોજીના અપ્લાઈન્સિસ ખરીદો.
  4.  તમારી રેગ્યુલર ટ્યૂબલાઈટ્સને CFL અને LED સાથે રિપ્લેસ કરી દો.

હવે તમને થશે કે આ BEE શું છે. તો તમને જણાવી દઉં કે તમે તમારા ઘરે ફ્રીજ કે એસી પર સ્ટાર લગાવેલા જોયા હશે. આ સ્ટાર BEE જાહેર કરે છે જેનો અર્થ જ એનર્જી એફિશિયન્ટ (Energy efficient). એટલે કે જેટલા વધુ સ્ટાર એટલી વધુ સેવિંગ્સ.

ઉનાળાની આ કાળજાળ ગરમીમાં ACનો ઉપયોગ વધુ થાય છે અને ACના ઉપયોગના કારણે વીજ બીલનું મીટર તમને પરસેવો લાવી દે છે તો તેનાથી બચવાના પણ કેટલાક ઉપાય છે. કેટલીક ખાસ રીતથી જો તમે AC વાપરશો તો તમારા વિજ બીલમાં થોડો ઘટાડો ચોક્કસ લાવી શકશો.. જેવી કે

AC વાપરવાની યોગ્ય રીત

  1. ACને 24 ડિગ્રીથી ઓછા ટેમ્પરેચર પર ના ચલાવો.
  2. દરેક એક ડિગ્રી ઓછી કરવા પર 6 ટકા વધુ વીજળીનો ઉપયોગ થાય છે.
  3. AC ચાલુ કર્યા બાદ દરવાજો અને બારીઓ સરખી રીતે બંધ કરી દો.
  4. AC અને પંખો સાથે ચલાવવાથી રુમ જલ્દી ઠંડો થઈ જશે.
  5. જો રુમ ઠંડો થઈ ગયો છે તે AC બંધ કરી દો.
  6. સમયાંતરે ACની સર્વિસિંગ કરાવો અને ફિલ્ટર્સ બદલતા રહો.

આ તે વાત થઈ ACના યોગ્ય ઉપયોગની. આવી જ રીતે જો તમે ફ્રીજને પણ કેટલીક સમજદારી પૂર્વક વાપરશો તો તેનાથી પણ તમે વીજ બીલમાં ઘટાડો લાવી શકો છો. કારણ કે ઘરમાં કુલ બીલમાંથી 15 ટકા વીજ ઉપયોગ માત્ર ફ્રિજથી થતો હોય છે. તો ચાલો જાણીએ વીજ બીલ ઘટાડવાની રીતો

ફ્રિજને યોગ્ય રીતે વાપરવાની રીતો

  1.  ફ્રિજમાં થોડી જગ્યા ખાલી રાખવી, જેથી ઓછી એનર્જીમાં વસ્તુઓ ઠંડી થઈ શકે.
  2.  ફ્રિજમાં એવી જ વસ્તુ મુકો જે પહેલાથી રૂમ ટેમ્પરેચર (Temperature) પર હોય.
  3.  ફ્રિજ ખોલ-બંધ કરવાની ફ્રિક્વન્સીને ઓછી કરી દો.
  4.  ફ્રિજ દિવાલથી 2 ઈંચ દૂર રાખવું જેથી આજુબાજુ એર સર્ક્યુલેશન રહે.
  5.  ફ્રિજને ડાયેરેક્ટ સન લાઈટમાં ના રાખો.
  6.  ફ્રિજનું ટેમ્પરેચર મિડિયમ કૂલ પર રાખો, હાઈ કૂલ પર રાખવાથી વીજ ઉપયોગ 25 ટકા વધી જશે.
  7.  ફ્રિજને સમયાંતરે ડીફ્રોસ્ટ કરતા રહો.
  8.  ગરમીમાં બને ત્યાં સુધી માટલાનું પાણી પીવો. જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે અને વીજ બીલ માટે પણ.
  9.  જો વીજ બીલ વધુ જ આવી રહ્યું છે તો તમે સોલર પેનલ (Solar panel) લગાવી શકો છો

હવે જતાં જતાં વીજ બીલ બચાવવાની એ વાતો પણ જાણી લો જે ખબર બધાને છે પણ તેને ફોલો કરવાનું પસંદ નથી કરતા

રાખો આટલી વાતોનું ધ્યાન

  1. જે રુમમાં કામ નથી તે રુમની લાઈટ સ્વીચઓફ કરી દો.
  2. લેપટોપ, મોબાઈલ આખો દિવસ ચાર્જર પર લગાવીને ના રાખો.
  3. દિવસે કારણ વગર લાઈટનો ઉપયોગ ના કરો.
  4.  LED વાળી ટ્યૂબલાઈટ્સનો ઉપયોગ કરો.
  5.  વૉશિંગ મશીન (Washing machine) વાપરતી વખતે એક વારમાં વધુમાં વધુ કપડા ધોવાનો પ્રયત્ન કરો, વારંવાર મશીન ના ચલાવો.
  6.  કપડા ડ્રાયરના બદલે તડકામાં સુકવો.

જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવશે તો ચોક્કસથી તમે વિજ બીલમાં ઘટાડો કરી શકશો અને તમારા બજેટને ખોરવાતું અટકાવી શકશો.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">