સુરત : બે લોકો પર કોમ્પ્રેસર ટેન્ક પડતા એક યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરતના આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ દુર્ઘટના બની હતી. અહી બે લોકો ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યા હતા ત્યારે ઉપરથી એર કોમ્પ્રેસર ટેન્ક પડ્યું હતું. જેથી બંને યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી. આ ઘટનામાં લલન રામ મિશ્રાનું મોત થયું છે.
સુરતના આંજણા ફાર્મ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બે લોકો પર કોમ્પ્રેસર ટેન્ક પડતા એક યુવકનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરતના આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ દુર્ઘટના બની હતી. અહી બે લોકો ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યા હતા ત્યારે ઉપરથી એર કોમ્પ્રેસર ટેન્ક પડ્યું હતું. જેથી બંને યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી. આ ઘટનામાં લલન રામ મિશ્રા અને ટેમ્પો ચાલક પારસ માળીને ગંભીર ઈજાઓ થઇ હતી. તે પૈકી લલન મિશ્રાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પારસ માળીને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જવા પામી છે. વધુમાં મૃતક લલન મિશ્રા એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે લોકો ટેમ્પોમાં સમાન લોડ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ કોમ્પ્રેસર ટેન્ક તેમના પર પડે છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો સુરત : રીક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી સામાન તફડાવતો ચોર ઝડપાયો, જુઓ વીડિયો