રુપાલાના વિરોધનો વંટોળ પહોંચ્યો કચ્છ, વિનોદ ચાવડા સામે પણ ક્ષત્રિયોએ દેખાડ્યા કાળા વાવટા

રુપાલાના વિરોધનો વંટોળ પહોંચ્યો કચ્છ, વિનોદ ચાવડા સામે પણ ક્ષત્રિયોએ દેખાડ્યા કાળા વાવટા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2024 | 3:42 PM

કચ્છના ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો પ્રચાર કાર્યક્રમ નક્કી કરાયેલ હતો. અંતરજાળમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવાયો હતો. વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમા ક્ષત્રિય સમાજે  વિરોધ નોંધાવ્યો હતો.

લોકસભાની રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રુપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે. ક્ષત્રિયોના આ વિરોધનો વંટોળ કચ્છમાં પહોચ્યો છે. પરશોત્તમ રૂપાલાની સાથોસાથ લોકસભાની કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે પણ કાળા વાવટા દેખાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

કચ્છના ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો પ્રચાર કાર્યક્રમ નક્કી કરાયેલ હતો. અંતરજાળમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવાયો હતો. વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમા ક્ષત્રિય સમાજે  વિરોધ નોંધાવ્યો હતો. કચ્છના ગાંધીધામના અંતરજાળમાં ક્ષત્રિય સમાજના એકઠા થયેલા આગેવાનોએ, પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જો કે ચૂંટણી દરમિયાન કોઈ અન્ય અપ્રિય ઘટના આકાર ના પામે તે માટે કચ્છ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ અગાઉ કચ્છના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાનો વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજની માગ છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રુપાલાને પડતા મુકવામાં આવે. ક્ષત્રિય સમાજના આંદોલનને થાળે પાડવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. અગાઉ ગત સપ્તાહની માફક આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના અગ્રણી નેતાઓની બેઠકનું આયોજન કરાયું છે.

g clip-path="url(#clip0_868_265)">