Valsad : મોત પછી પણ મજબુરી તે આનું નામ ! કપરાડાના બારપુડામાં ઘૂંટણસમા પાણીની વચ્ચે ગ્રામજનો અંતિમયાત્રા કાઢવા મજબૂર, જુઓ Video
વલસાડના બારપુડા ગામમાં મૃતદેહને ઘૂંટણસમા પાણીના વહેણ વચ્ચે લઇ જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા. રસ્તો કે કોઝવે ન બનતાં લોકો જીવનને જોખમ પસાર થવું પડે છે.
Valsad : કપરાડાના બારપુડા ગામમાં ભારે વરસાદના (Rain) કારણે પાણી ભરાયા છે. ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બારપુડા ગામમાં મૃતદેહને ઘૂંટણસમા પાણીના વહેણ વચ્ચે લઇ જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા. રસ્તો કે કોઝવે ન બનતાં લોકો જીવનને જોખમ પસાર થવું પડે છે.
આ પણ વાંચો વલસાડના પારડીમાં 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
બારપુડા ગામના કોઈલપાડા ફળિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેની સ્મશાન યાત્રા નદીના બીજા છેડે આવેલા સ્મશાનમાં લઇ જવા ગ્રામજનોને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે પસાર થવું પડ્યું હતું. ચોમાસા દરમિયાન કોઈ અશુભ બનાવ બને ત્યારે નદીના સામાં કિનારે જવા માટે રસ્તો કે કોઝવે ન હોવાથી લોકો જીવના જોખમે નદી પાર કરે છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો