Rain Breaking: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, વાપી, કપરાડા સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, જુઓ Video
વલસાડ જિલ્લામાં અવિરત વરસાદને કારણે પારડી 1.5 ઇંચ, વાપી 2 ઇંચ તેમજ કપરાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા બાઇક ચાલકોને પરેશાની
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પણ ભરાયા છે. વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હલકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વનુ છે કે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બાઇક ચાલકોને પરેશાની થઈ હતી. ઉપરવાસમાં સતત ભારે વરસાદને લઈ મધુબન ડેમના 6 દરવાજા 0.50 મીટરે ખોલાયા છે.
આ પણ વાંચો : માલવણ ગામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, જલ્દી પાણીનો નિકાલ થાય તેવી લોકોની માગ, જુઓ Video
મધુબડ ડેમના દરવાજા ખોલી 10,433 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જેને પગલે દમણગંગા નદીમાં પાણીના સ્તરમાં વધારો નોંધાયો છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વાપી નજીક કોઝવે ઓવરફ્લો થયો હોવાનો બનાવ બન્યો. મહત્વનુ છે કે બે કલાકમાં પારડી 1.5 ઇંચ, વાપી 2 ઇંચ તેમજ કપરાડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
