વલસાડ: નગરપાલિકાના એનક્રોચમેંન્ટ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વીડિયો વાયરલ

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ વલસાડ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શૈલેશ પટેલે કરી કડક કાર્યવાહી. નગરપાલિકાના વિવાદિત એન્ક્રોચમેન્ટ કર્મચારીની તાત્કાલિક ધોરણે બદલી કરાઇ છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 23, 2022 | 7:28 PM

વલસાડમાં (Valsad) નગરપાલિકાના (Municipality)અધિકારીની લારીધારક પાસે હપ્તાની માગ કરતો હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ (Audio clip viral)થતા ખળભળાટ મચી જવા પામી છે. સાથે લારી ગલ્લા ધારકોને બેફામ અપશબ્દો બોલતો હોવાનો પણ વીડિયો વાયરલ થયો છે. મુન્ના ચૌહાણ નામના નગરપાલિકાના અધિકારી લારી ધારક પાસે ફોન ઉપર 3 હજારનો હપ્તો માગે છે. સાથે વીડિયોમાં મુન્ના ચૌહાણ લારી ધારકોને બેફામ અપશબ્દો બોલતો પણ નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યા હલ કરવાની કામગીરી દબાણ અધિકારીની હોય છે. પરંતુ અહીં આ અધિકારી ગરીબ લારી ધારક પાસે હપ્તા માગી રહ્યો છે. અને લારી ધારક હપ્તો આપવાની મનાઈ કરતા અધિકારી લારી ઉંચકાવાની પણ ધમકી આપે છે.

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ વલસાડ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શૈલેશ પટેલે કરી કડક કાર્યવાહી. નગરપાલિકાના વિવાદિત એન્ક્રોચમેન્ટ કર્મચારીની તાત્કાલિક ધોરણે બદલી કરાઇ છે. એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરની હોસ્પિટલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. હપ્તા કાંડ મામલે પાલિકાએ કમિટીની રચના કરી. તો આ મામલે મુન્ના ચૌહાણે હપ્તા માંગવાનો ઓન કેમેરા સ્વીકાર કર્યો હતો. હાલ તો આ વાયરલ ઓ઼ડિયો કલીપે વલસાડ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. અને, અધિકારીની કરતૂતની લઇને ફિટકારની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ

આ પણ વાંચો : Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati