AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા 24 માર્ચે દ્વારકા જવાના હતા. પરંતુ દ્વારકાના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. અને, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ
President Ramnath Kovind will address the Legislative Assembly on March 24 during his two-day visit to Gujarat (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:40 PM
Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind )24 માર્ચે ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ દરમિયાન વિધાનસભાને (Gujarat Legislative Assembly) સંબોધશે. તથા, 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  જામનગરમાં INS વાલસુરા નેવી મથકની મુલાકાત લેશે. નોંધનીય છેકે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડોક ફેરફાર પણ થયો છે. કારણ કે રાષ્ટ્રપતિ દ્વારકાની મુલાકાતે 24 માર્ચે જવાના હતા. પરંતુ, રાષ્ટ્રપતિનો દ્વારકા પ્રવાસે રદ કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ સંબોધન કરશે, ગૃહનો એક કલાક સમય વધારાયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચેથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભામાં આવતીકાલે સંબોધન કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બનશે તે કોઇ રાષ્ટ્રપતિ દ્વારા વિધાનસભાને સંબોધવામાં આવી હોય. વિધાનસભામાં સવારે 11 કલાકે રાષ્ટ્રપતિનું સંબોધન કરવાના છે. અને, આ સંબોધન એક કલાક સુધી ચાલે તેવી શક્યતા છે. નોંધનીય છેકે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને વિધાનસભા ગૃહનો એક કલાક સમય વધારવામાં પણ આવ્યો છે.

“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવારે વિધાનસભાને સંબોધન કરશે. સવારે 11થી 12 વાગ્યા સુધી સંબોધન કરશે..સવારે સાડા દસ વાગ્યા સુધી તમામ સભ્યો ગૃહમાં પહોંચી જશે.પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્ર ગીતની ધૂન વગાડવાામાં આવશે.વિધાનસભાના અધ્યક્ષે તમામ ધારાસભ્યોને ગૃહની શિસ્તનું પાલન કરવા સૂચના આપી દીધી છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે.અને રાષ્ટ્રપતિની વિધાનસભાની મુલાકાતના કારણે ગુરૂવારે એક બેઠક રદ્દ કરવાામાં આવી છે. જે બેઠક આગામી મંગળવારે મળશે. 25 માર્ચે અમદાવાદથી જામનગર રવાના થશે.જયાં રાષ્ટ્રપતિ નૌ સેનાના કાર્યક્રમમાં હાજર રહેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકાનો કાર્યક્રમ રદ કરાયો

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા 24 માર્ચે દ્વારકા જવાના હતા. પરંતુ દ્વારકાના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. અને, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા. જેને લઈને તૈયારીઑ પણ કરી લેવામાં આવી હતી. પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

25 માર્ચે રામનાથ કોવિંદ જામનગરની મુલાકાતે 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ 

24 માર્ચ- સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

24 માર્ચ- સવારે 10:00 કલાકે રાજ ભવન પહોંચશે

24 માર્ચ- 10.50 કલાકે ગુજરાત વિધાનસભા પહોંચશે

24 માર્ચ-11 વાગ્યાથી 11.40 સુધી વિધાનસભાની મુલાકાતે

24 માર્ચ- 15-20 મિનિટનું સંબોધન કરશે

24 માર્ચ- 11.45 કલાકે રાજભવન પરત ફરશે

24 માર્ચ-રાજભવનમાં જ રાત્રી રોકાણ કરશે

25 માર્ચ- સવારે 7.55 કલાકે અમદાવાદથી જામનગર રવાના થશે

25 માર્ચ- સવારે 9 કલાકે જામનગર એરપોર્ટ પહોંચશે

25 માર્ચ-9.30 કલાકે INS વાલસૂરા પહોંચશે

25 માર્ચ- 12 વાગ્યા સુધી INS વાલસૂરા ખાતે નૌ સેનાના કાર્યક્રમમાં હાજર રહેશે

25 માર્ચ- 12.20 કલાકે જામનગરથી દિલ્હી જવા રવાના થશે

આ પણ વાંચો: નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

આ પણ વાંચો: Bappi Lahiri: બપ્પી લાહિરીના અવસાન પછી તેમના સોનાનું શું કરવામાં આવશે ખબર છે? તેમના પૂત્રએ આપી માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">