Valsad: નનકવાળા ગ્રામ પંચાયત નજીક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી, ત્રણ જેટલા લોકો સ્લેબમાં દબાયા, જુઓ Video

વલસાડના નનકવાળા ગ્રામ પંચાયત નજીક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી. બાલ્કનીમાં ઉભેલા ત્રણ લોકો નીચે પટકાયા. ઘટનામાં ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 8:43 PM

Valsad: નનકવાડા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થતા ત્રણ જેટલા લોકો સ્લેબમાં દબાયા. દબાયેલા લોકોને સ્થાનિકો દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સાથે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 5 લોકોને ફાયરની ટિમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. વલસાડ શહેરના નજીક આવેલ નનકવાડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ શ્રી નિધિ એપાર્ટમેન્ટની બાલ્કની આજરોજ સાંજના અરસામાં અચાનક તૂટી પડી હતી, એ સમયે બાલ્કનીની નીચે ઉભેલી બે મહિલા અને એક યુવાન કાટમાળમાં દબાયા હતા.

આ પણ વાંચો  : સીટી બસની ટક્કરે 18 વર્ષના યુવકનું મોત, જુઓ Video

ઘટનાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી સ્થાનિકોએ સ્લેબમાં દટાયેલા ત્રણ જેટલા લોકોને બહાર કાઢી તાકીદે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તો એપાર્ટમેન્ટમાં રૂમમાં ફસાયેલા પાંચ જેટલા લોકોને વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા એપાર્ટમેન્ટના બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા તમામ લોકોને પંચાયત ઓફિસ ખાતે રાખવામાં આવ્યા છે અને એપાર્ટમેન્ટમાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે અંદાજે 20 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ છે અને એપાર્ટમેન્ટમાં અવારનવાર આવી સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
g clip-path="url(#clip0_868_265)">