AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, 9 લોકોના હાર્ટ એટેકથી મોત, અત્યાર સુધી 6 બાળકો સહિત 43 લોકો ગુમ

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજનવિધિ સાથે અને સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો છે. જ્યાં અત્યાર સુધી 9 લોકોના મોત નિપજ્યાં છે.

Junagadh : લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, 9 લોકોના હાર્ટ એટેકથી મોત, અત્યાર સુધી 6 બાળકો સહિત 43 લોકો ગુમ
Junagadh
| Updated on: Nov 13, 2024 | 10:29 AM
Share

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજનવિધિ સાથે અને સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો છે. વિધિવત પ્રારંભ પહેલા સાત લાખ ભાવિકોનો પરિક્રમાના રુટ પર પ્રવેશ કર્યો છે. જ્યારે હાલમાં પરિક્રમાના રુટ પર 4 લાખ યાત્રાળુઓ છે. તો 3 લાખ જેટલા યાત્રાળુઓએ નળ પાણીની ઘોડી વટાવી છે.

અત્યાર સુધી 9 લોકોના હાર્ટ એટેકથી થયા મોત

પ્રકૃતિના ખોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે. ભાવિ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. આખા પરિક્રમાના રુટ પર માનવ મહેરામણ જોવા મળ્યુ છે. લીલી પરિક્રમામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. જ્યારે બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે. લીલી પરિક્રમાની શરુઆત પહેલા જ 2 યાત્રળુના હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. મૃતકનું નામ પરશોતમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું છે. રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.

બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા

મળતી માહિતી અનુસાર રાજકોટના જસદણ, અમરસર, દેવળાના એક-એક ભાવિકોના મોત થયા છે. ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદના એક-એક પરિક્રમાર્થીનું મોત થયુ છે.  રાજકોટના ત્રણ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકને લીધે મોત થયા છે. મળતી માહિતી અનુસાર  મૃતકો 50 થી 70 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે.  બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે.

લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.શહેરના 427 કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.

2427 પોલીસ કર્મી રહેશે ખડેપગે

ગિરનાર પરિક્રમા માટે કુલ 2427 પોલીસ કર્મી ફરજ બજાવશે. જેમાં 9 Dysp, 27 PI ,92 psi,914 પોલીસ કર્મચારીઓ,500 હોમગાર્ડ, 885 GRDનો સમાવેશ થાય છે. 1 SRPF ટીમ,1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે.આ ઉપરાંત બોડીવોરન કેમેરા 210, રસા 19, અગ્નિશામક 49,વાયરલેસ સેટ 40, રાવટી 47. ,વોકીટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">