Vadodara : શેરડી પક્વતા ખેડૂતો માટે ખુશખબર, શેરડીનું માન્ય બિયારણ ખેતર સુધી પૂરું પડાશે
શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે.વડોદરા સુગર સંસ્થાએ માન્ય કરેલા શેરડીનું બિયારણ ખેતર સુધી પૂરું પાડવામાં આવશે.. વડોદરા સુગર પાસેથી બિયારણ લેતી વખતે ખેડૂતે રૂપિયા પણ આપવાના રહેશે નહીં.જે સભાસદો શેરડી પકવવા માગતા હોય, જેમની પાસે બિયારણની સગવડ ન હોય તેમને વડોદરા સુગર સંસ્થા દ્વારા માન્ય કરેલ શેરડીનું બિયારણ ખેતર સુધી પૂરું પાડવામાં આવશે..
શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે.વડોદરા સુગર સંસ્થાએ માન્ય કરેલા શેરડીનું બિયારણ ખેતર સુધી પૂરું પાડવામાં આવશે.. વડોદરા સુગર પાસેથી બિયારણ લેતી વખતે ખેડૂતે રૂપિયા પણ આપવાના રહેશે નહીં.જે સભાસદો શેરડી પકવવા માગતા હોય, જેમની પાસે બિયારણની સગવડ ન હોય તેમને વડોદરા સુગર સંસ્થા દ્વારા માન્ય કરેલ શેરડીનું બિયારણ ખેતર સુધી પૂરું પાડવામાં આવશે.. વડોદરા સુગર છેલ્લા એક માસ અગાઉથી ધમધમતી થઈ છે.. ત્યારે વડોદરા સુગર ફેક્ટરીમાં અત્યાર સુધી 40 હજાર મેટ્રિક ટન શેરડીનું પીલાણ તેમજ 21 હજાર ખાંડની ગુણી તૈયાર છે..
આ ઉપરાંત સંસ્થાએ જણાવ્યું છે કે, જે સભાસદો શેરડી પકવવા માગતા હોય, જેમની પાસે બિયારણની સગવડ ન હોય તેમને વડોદરા સુગર સંસ્થા દ્વારા માન્ય કરેલ શેરડીનું બિયારણ ખેતર સુધી પૂરું પાડવામાં આવશે.સદર શેરડીનું બિયારણ જે શેરડીનું ઉત્પાદન થશે તેને આગામી વર્ષમાં સંસ્થા પીલાણમાં લેશે, જેમાંથી બિયારણના નાણાં વ્યાજ સહિત કપાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે.પરંતુ દિન-પ્રતિદિન જે રીતે શેરડી નું ઉત્પાદન ઘટી રહ્યું છે અને પોષણક્ષમ ભાવો પણ નહીં મળવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. એક તરફ ખાતર અને મોંઘાદાટ બિયારણ, બીજી તરફ ડીઝલના કમરતોડ ભાવ ને કારણે શેરડી પકવતા ખેડૂતોને ઉપજ ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે.