Gandhinagar Video : ચંદ્વાલા ચેકપોસ્ટ પાસે ખાનગી ટ્રાવેલ્સમાંથી ઝડપાયો બિનવારસી સામાન, પોલીસે 23 મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરના ચંદ્વાલા ચેકપોસ્ટ પરથી બિનવારસી સામાન ઝડપાયો છે. તપાસમાં જુદી જુદી કંપનીના 23 મોબાઈલ , 6 ટેબ્લેટ અને 1 લેપટોપ ઝડપાયું છે. હિંમતનગરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી આ મુદ્દામાલ ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2024 | 3:52 PM

ગાંધીનગરના ચંદ્વાલા ચેકપોસ્ટ પરથી બિનવારસી સામાન ઝડપાયો છે. તપાસમાં જુદી જુદી કંપનીના 23 મોબાઈલ , 6 ટેબ્લેટ અને 1 લેપટોપ ઝડપાયું છે. હિંમતનગરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી આ મુદ્દામાલ ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. ખાનગી ટ્રાવેલ્સમાં બિનવારસી હાલતમાંથી આ બેગ મળી હતી. ચિલોડા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.

દ્વારકાના દરિયાકિનારેથી ડ્રગ્સ ઝડપાયો

બીજી તરફ આજે દ્વારકામાં ફરી એકવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળ્યો છે. દ્વારકાના વાછુ ગોરિજા વિસ્તારના દરિયાકાંઠેથી ફરી ચરસના પેકેટો મળ્યા છે. અહીંથી આશરે 30 થી 40 જેટલા પેકેટ ચરસના મળ્યા છે. જો કે જુદા જુદા 3 સ્થળેથી ડ્રગ્સના 64 પેકેટ મળ્યા છે.જેની આશરે કિંમત 25 કરોડથી વધુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">