20 june, 2024

ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો

સામાન્ય રીતે લોકો સવારની શરૂઆત ચા કે કોફીથી કરે છે.

કેટલાક લોકો આ વસ્તુઓને એનર્જી બૂસ્ટર તરીકે જુએ છે.

તમે સાંભળ્યું હશે કે ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે ચા પીતા પહેલા પાણી પીવું પણ જરૂરી છે.

હેલ્થ એક્સપર્ટના મતે આમ કરવાથી આંતરડામાં એક લેયર બને છે, જે ચાને કારણે થતી એસિડિક અસરને ઘટાડે છે.

આ સિવાય ચા કે કોફી પીવાના અડધા કલાક પહેલા પાણી પીવાથી કબજિયાત કે ગેસની સમસ્યા નહીં થાય, ચા પીધા પછી ઘણા લોકોને કબજિયાત અને ગેસની સમસ્યા થાય છે.

જો તમે ચા કે કોફી પહેલા પાણી પીઓ છો તો તે તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. જેના કારણે ટેનીન નામનું કેમિકલ દાંત પર ચોંટતું નથી.

આ સિવાય જો તમે ચા કે કોફી પીતા પહેલા પાણી પીતા હોવ તો તેનાથી અલ્સરની સમસ્યાનો ખતરો ઓછો થઈ જાય છે.

ચા કે કોફી પીતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે અને મેટાબોલિઝમ વધે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.