ભરૂચ : જિલ્લા કક્ષાના યોગ દિવસની GNFC ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ, જુઓ વીડિયો

ભરૂચ : જિલ્લા કક્ષાના યોગ દિવસની GNFC ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ, જુઓ વીડિયો

| Updated on: Jun 21, 2024 | 9:48 AM

ભરૂચ : યોગના મામલે ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારતે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી છે અને યોગ દ્વારા સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપ્યું છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે.

ભરૂચ : યોગના મામલે ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારતે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી છે અને યોગ દ્વારા સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપ્યું છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરને રોગોથી મુક્ત રાખે છે અને મનને શાંત કરવામાં મદદ કરે છે.

ભરૂચમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા કલેકટર તુષાર સુમેરા , ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીત અગ્રણીઓ અને શહેરીજનો જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, વિશ્વભરના લોકો સામૂહિક રીતે યોગ કરે છે. આ વર્ષે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે 21મી જૂન 2024 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">