Surat: સુરતીઓએ ધામધૂમપૂર્વક કરી દિવાળીની ઉજવણી, આતશબાજીની માણી મજા
Surat: સુરતીઓએ પરિવાર સાથે ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા. અવનવા સાજ શણગાર સજી, નવા કપડા પહેરી તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. જેમા બાળકોએ ફટાકડા ફોડવાની મજા માણતા જોવા મળ્યા હતા.
રાજ્યભરમાં દિવાળી (Diwali)ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં સુરતીઓ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા નજરે ચડી રહ્યા છે. સુરત (Surat)માં લોકો પરિવાર સાથે અવનવા ફટાફડા (Crackers) ફોડી તહેવારને માણતા જોવા મળ્યા હતા. નવાનવા કપડા અને અવનવા શણગાર સજી લોકો તહેવારની મજા માણતા નજરે ચડી રહ્યા છે. નાના-મોટા, બહેનો ભાઈઓ, વૃદ્ધો સહુ કોઈના ચહેરા પર તહેવારનો ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાતો હતો. બાળકો પણ હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડવાની મજા માણતા નજરે ચડ્યા હતા.
કોરોનાના બે વર્ષ બાદ કોઈપણ પ્રકારના બંધનો અને પ્રતિબંધો વિના છુટથી દિવાળીનો તહેવાર ઉજવવાનો આનંદ પણ દરેકના ચહેરા પર જોઈ શકાતો હતો. દિવાળીના દિવસે જ ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષના વનવાસ બાદ ભગવાન અયોધ્યા આવ્યા ત્યારથી આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. આ તરફ પ્રકાશના આ પર્વ પર સુરતના વેપારીઓએ પણ ચોપડા પૂજનનું વિશેષ મહત્વ રહેલુ છે. કાપડ નગરી સુરતમાં વેપારીઓ અને ઉદ્યોગકારોએ ચોપડાપૂજન કર્યુ હતુ. જેમાં હવે ટેકનોલોજીનો સમન્વય થતા ખાતાવહીનું સ્થાન હવે લેપટોપે લીધુ છે, ત્યારે કેટલાક વેપારીઓએ લેપટોપનું પૂજન કર્યુ હતુ. વેપારીઓનું કહેવુ છે કે આખા વર્ષમાં તેમના માટે આજનો દિવસ ઘણો ખાસ હોય છે. આજના દિવસે મુહુર્ત જોઈને દરેક વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે
ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત