વડોદરામાં કેન્દ્ર અને પાલિકાના પાપે બ્રિજની કામગીરી લટકી પડી, 2022માં પૂર્ણ થનારો બ્રિજ હજુ પણ અધ્ધરતાલ- Video

વડોદરામાં કેન્દ્ર અને પાલિકાના પાપે બ્રિજની કામગીરી લટકી પડી છે. પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે. જ્યારે રેલવે વિભાગ પણ ગોળ ગોળ જવાબો આપી રહ્યુ છે. આ બંને વચ્ચે પિસાઈ રહી છે જનતા. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2022માં બ્રિજની કામગીરી પૂર્ણ થવાના બેનર પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ 2024 આવીને પૂર્ણતાના આરે છે અને હજુ બ્રિજ પૂર્ણ થયો નથી.

Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Nov 15, 2024 | 1:07 PM

વડોદરામાં કેન્દ્ર અને પાલિકા વચ્ચે વડોદરાની જનતા પીસાઈ રહી છે. દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો હતો. પરંતુ હાલ આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે. પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે. ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે. 5 વર્ષ પહેલા  બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા હતા પરંતુ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ છે.

પાલિકા દ્વારા રેલવે વિભાગને અપાઈ રહી છે ખો

આ બ્રિજને 7 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી. જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. બ્રિજની કામગીરીમાં વિલંબ થતા પાલિકા દ્વારા રેલવે પર તમામ જવાબદારી થોપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પાલિકાના કાર્મચારાીઓ રેલવેની કામગીરીને કારણે કામ અટક્યુ હોવાનો બચાવ કરી રહ્યા છે. આ તરફ ચાલબાઝ કોન્ટ્રાક્ટરે પણ બ્રિજ પર લગાવેલા 2022માં કામગીરી પૂર્ણ કરવાના બેનર સિફતતાથી હટાવી લીધા છે. કોઈપણ રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે.

5 વર્ષ પહેલા શરૂ થયેલ બ્રિજની કામગીરી હજુ પણ ખોરંભે

રોજ આ માર્ગ પરથી 2 લાખ જેટલા લોકો પસાર થાય છે. 5 વર્ષ પહેલા શરૂ કરાયેલી કામગીરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ પરંતુ કામગીરી હજુ અધ્ધરતાલ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ જોવાવાળુ નથી. લોકોને અહીંથી અવરજવરમાં અકસ્માતનો પણ ભોગ બનવુ પડે છે, પરંતુ કોન્ટ્રાક્ટર વારે વારે સમય મર્યાદાના બોર્ડ બદલ્યા કરે છે પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી, પાદરા અને અટલાદરા તરફ જતા લોકોને ફાયદો થઈ શકે છે .તેમને ફરી ફરીને જવુ ન પડે.

લોખંડ નહીં પરંતુ આ ધાતુમાંથી બને છે રેલવે ટ્રેક, જાણો
આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો

એક વરિષ્ઠ નાગરિક જણાવે છે કે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ તંત્રને કંઈ પડી નથી. માત્ર પૈસાની પડી છે. બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા પરંતુ બ્રિજ પૂર્ણ થયો નથી. આસપાસના સ્થાનિકો આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી ચુક્યા છે ત્યારે પણ તેમને તુમાખી સાથે જવાબ આપવામાં આવે છે કે તમારે જ્યા રજૂઆત કરવી હોય ત્યા કરો. વરિષ્ઠ નાગરિકોનો સીધો આક્ષેપ છે કે પાલિકાના અધિકારીઓ મંથર ગતિએ બ્રિજની કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષથી કોઈ પ્રગતિ જણાતી નથી.

સ્થાનિકોની ફરિયાદ છે કે બ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને કારણે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. રેલવેની દિવાલ તોડી નાખી હોવાથી રેલવેવાળા જ્યા સુધી કામ પૂર્ણ ન કરે ત્યા સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય. સ્થાનિક કાઉન્સિલરો પણ આવતા નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
g clip-path="url(#clip0_868_265)">