સુરતથી માત્ર 2 કલાકમાં પોતાના વાહન વડે પહોંચાશે ભાવનગર

15 નવેમ્બર, 2024

ગુજરાતમાં સૌથી લાંબો સી બ્રિજ બનશે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે.

રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે.

ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે.

જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે.

બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે.

જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે.

આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે.

જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે.