બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો

15 નવેમ્બર, 2024

હાઈ બ્લડ પ્રેશરને હાઈપરટેન્શન કહેવાય છે. હાઈ બીપી અનેક રોગોનું કારણ બની શકે છે.

હાઈ બીપીને કારણે હાર્ટ એટેક આવી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓમાં હાર્ટ એટેકનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે.

હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો શરૂઆતમાં દેખાય છે. આ રોગના કેટલાક લક્ષણો ત્વચા પર પણ દેખાય છે.

બ્લડ પ્રેશર વધવાથી શરીરની નસો વિસ્તરે છે, જેના કારણે ત્વચા લાલ થઈ જાય છે. ત્વચાની લાલાશ એ હાઈ બીપીનું લક્ષણ છે.

બ્લડ પ્રેશરમાં વધારો થવાથી ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ આવી શકે છે. જો આ સમસ્યા સતત થતી હોય તો સમજવું કે બીપી વધી ગયું છે.

બ્લડ પ્રેશરમાં વધારો થવાને કારણે નખનો રંગ બદલાઈ શકે છે અને તે પાતળા થઈ શકે છે. જો આ સમસ્યા હોય તો તમારું બીપી ચેક કરાવો.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે, તમારા આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. માનસિક તણાવ ન લેવો અને દરરોજ કસરત કરવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. 

All Photos - Getty Images