Surat : જાહેર સ્થળો પર થુંકનારાઓ સામે પહેલીવાર કાર્યવાહી, 9 લાખનો દંડ ફટકાર્યો, જુઓ Video
તહેવાર ટાણે સુરતના તમામ ઝોનમાં બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી કરાઇ હતી, પરંતુ માવા-ગુટખા ખાઈને થૂંકનારા લોકોએ આ બ્યૂટિફિકેકશનને બગાડી. જેને લઇ જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતમાં પહેલીવાર મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાએ વિવિધ વિસ્તારમાં 9 લાખનો દંડ ફટકાર્યો છે. દિવાળી-નવા વર્ષ સહિત રોડ પર થૂંકનારા 5200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રિજ, ડિવાઈડર, રસ્તા અને સર્કલોના રંગરોગાનને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ હવેથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના 4500 CCTVથી 24 કલાક નજર રહેશે.
ઉલ્લેખનીય છે, તહેવાર ટાણે સુરતના તમામ ઝોનમાં બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી કરાઇ હતી, પરંતુ માવા-ગુટખા ખાઈને થૂંકનારા લોકોએ આ બ્યૂટિફિકેકશનને બગાડી. જેને લઇ જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરના 4500 કેમેરાથી મોનિટરીંગ કરીને થૂંકબાજોને પકડ્યા છે.
CCTV થકી આવા 5200 લોકોને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે, રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી થઇ છે. જોકે કાર્યવાહી બાદ પણ આવા થૂંકબાજો સુધરવાનું નામ લેતાં નથી. જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા પાલિકાએ તૈયારી શરૂ કરી દીધી છે.