ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 36 વર્ષનો થઈ ગયો છે. ચાહકો તેના જન્મદિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.
વિરાટને ઈટાલી તરફથી પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઈટાલિયન ફૂટબોલર અગાતા ઈસાબેલા સેન્ટાસોએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.
અગાતાએ વિરાટના જન્મદિવસ પર લખ્યું- વિરાટ કોહલી, ઇટાલીથી એક ફેન્સ તરફથી જન્મદિવસની શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ.
જો કે, વિરાટના જન્મદિવસ પર, આગાતાએ પણ પોતાનું દુઃખ બધાની સામે મૂક્યું - તેણે કહ્યું કે જ્યારે પણ તે વિરાટ વિશે કંઈક પોસ્ટ કરે છે, ત્યારે નેગેટિવિટી ફેલાય છે.
અગાતાએ વિરાટના જન્મદિવસ પર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી હતી. જે તેને ગયા વર્ષે મળી હતી.
અગાતા ઇટાલિયન ફૂટબોલર છે. તેના પતિ એન્ડ્રીયા મિગ્લિઓરિની પણ ફૂટબોલર છે.