મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ, પથ્થરમારો કરતા ટોળા વિખેરવા ટિયરગેસના સેલ છોડાયા

જૂથ અથડામણ અંગે સામે આવેલ માહિતી અનુસાર, કમાણા ગામમાં હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નિકળી હતી. હિંસા પર ઉતરેલા ટોળાએ, ગામમાં પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી. રામજી મંદિરની વાડીમાં પણ ટોળાએ તોડફોડ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2024 | 7:01 PM

મહેસાણા જિલ્લાના વિસનગરના કમાણા ખાતે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો છે. જૂથ અથડામણ દરમિયાન હિંસા પર ઉતરેલા ટોળાએ વાહનો, પંચાયતના પાણીના નળ, મંદિરની વાડીમાં તોડફોડ કરી હતી. પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

જૂથ અથડામણ અંગે સામે આવેલ માહિતી અનુસાર, કમાણા ગામમાં હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નિકળી હતી. હિંસા પર ઉતરેલા ટોળાએ, ગામમાં પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી. રામજી મંદિરની વાડીમાં પણ ટોળાએ તોડફોડ કરી હતી. સામ સામે કરેલા પથ્થરમારામાં 3 વ્યક્તિને ઈજા પહોચી છે. જેમના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કમાણા ગામમાં જૂથ અથડામણ અંગેની જાણ થતા જ, વિસનગર ડિવાયએસપી સહિત તાલુકાનો પોલીસ કાફલો ગામમાં પહોચ્યો હતો. પોલીસે પથ્થર મારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે કમાણામાંથી 7 લોકોને રાઉન્ડ અપ કર્યાં છે. હાલમાં પોલીસે બન્ને જૂથના લોકોની સામસામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">