સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈ કર્યો મોટો દાવો

05 નવેમ્બર, 2024

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમી અલીએ તાજેતરમાં Reddit પર નિવેદન આપ્યું છે.

આસ્ક મી એનિથિંગ (AMA) સેશન દરમિયાન હિન્દી ફિલ્મ ઉદ્યોગને લગતા ચોંકાવનારા દાવા કર્યા હતા.

તેણે એવો પણ દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી.

તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેતાએ આત્મહત્યા કરી હોવાનું તારણ કાઢ્યું હતું.

અભિનેત્રીના આ નિવેદન બાદ ફરી એકવાર ફેન્સમાં જસ્ટિસ ફોર સુશાંત હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે.

AMA સત્ર દરમિયાન, સોમીને પૂછવામાં આવ્યું કે, "સુશાંત સિંહના કેસ વિશે તમે શું વિચારો છો?

સોમીએ જવાબ આપ્યો, "સુશાંતની હત્યા કરવામાં આવી હતી અને તેને આત્મહત્યા જેવો દેખાડવા આવ્યો હતો.

તેણે કહ્યું એ ડૉક્ટરને જ પૂછો કે જેમણે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલ્યો હતો.  

સોમીના જવાબના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે.

અન્ય એક Reddit વપરાશકર્તાએ સોમીને પૂછ્યું, "તમે તમારા ભૂતકાળના સંબંધોની વર્તમાન સ્થિતિને કેવી રીતે જુઓ છો?

અભિનેત્રીએ જવાબ આપ્યો, "સુશાંત સિંહ રાજપૂત, જિયા ખાન અને અન્ય માટે ન્યાયની જરૂર છે.