સુરત: પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવાના ભગીરથ પ્રયાસને સી.આર.પાટીલે આવકાર્યો, જુઓ વીડિયો
સુરત : ઉત્તરાયણનો તહેવાર પતંગ પ્રેમીઓ માટે મજા માણવાનો પર્વ છે પરંતુ આ તહેવાર પક્ષીઓ માટે પીડાદાયક બની જતો હોય છે. દર વર્ષે પતંગની દોરીથી મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા. જોકે સરકાર દ્વારા ચલાવવામાં આવેલા કરૂણા અભિયાન હેઠળ સમગ્ર ટીમ આ માટે તૈયાર હતી.
સુરત : ઉત્તરાયણનો તહેવાર પતંગ પ્રેમીઓ માટે મજા માણવાનો પર્વ છે પરંતુ આ તહેવાર પક્ષીઓ માટે પીડાદાયક બની જતો હોય છે. દર વર્ષે પતંગની દોરીથી મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા. જોકે સરકાર દ્વારા ચલાવવામાં આવેલા કરૂણા અભિયાન હેઠળ સમગ્ર ટીમ આ માટે તૈયાર હતી. પક્ષીઓને ટિમ દ્વારા બચાવી અને સમયસર સારવાર આપવામાં આવી હતી.
ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા ન બને તે માટે કાર્યરત ટીમને સંસદે બિરદાવી હતી. સુરતમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવાના ભગીરથ પ્રયાસને સી.આર.પાટીલે આવકાર્યો હતો.કરૂણા સંસ્થા દ્વારા કરવામાં આવતી પક્ષીઓની સારવારના કેન્દ્રની સી.આર.પાટીલે મુલાકાત લીધી હતી. પાટીલે પક્ષીદયા સાથે જોડાયેલા સભ્યોની કામગીરીની બિરદાવી હતી.
Published on: Jan 16, 2024 10:46 AM
Latest Videos