Surat News : સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સમગ્ર દેશમાં સુરત પ્રથમ, 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે સન્માનિત, જુઓ Video

Surat News : સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સમગ્ર દેશમાં સુરત પ્રથમ, 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે સન્માનિત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2024 | 11:35 AM

સુરત શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં સુરતે દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. સુરત શહેરે આ સાથે જ વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ માટે સુરતને 7 સપ્ટેમ્બરના રોજ સન્માનિત કરવામાં આવશે.

સુરત શહેર 131 શહેરોને પાછળ છોડી કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યુ છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના 131 શહેરોએ ભાગ લીધો હતો. પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેકવિધ આઈકોનિક પ્રોજક્ટસની ફળશ્રુતિ મળી છે.

સુરતની આ સિદ્ધિ બદલ આગામી 7 સપ્ટેમ્બરના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે 1.5 કરોડ રુપિયાની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરાશે.

g clip-path="url(#clip0_868_265)">