Gujarati Video : અમદાવાદના વેજલપુરમાં સબરજીસ્ટ્રાર 1.50 લાખની લાંચના કેસમાં મળી વધુ રકમ, ઘરે સર્ચ ઓપરેશન કરતા દારૂની 12 બોટલ

Gujarati Video : અમદાવાદના વેજલપુરમાં સબરજીસ્ટ્રાર 1.50 લાખની લાંચના કેસમાં મળી વધુ રકમ, ઘરે સર્ચ ઓપરેશન કરતા દારૂની 12 બોટલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 6:59 AM

અમદાવાદના વેજલપુરના સબ રજિસ્ટ્રાર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા. વર્ગ ત્રણના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારણકાએ દસ્તાવેજ મુદ્દે દોઢ લાખની રૂપિયાની લાંચની માગણી કરી હતી.

Ahmedabad : રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી સપાટો બોલાવી રહી છે. અમદાવાદના વેજલપુરના સબ રજિસ્ટ્રાર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા. વર્ગ ત્રણના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારણકાએ દસ્તાવેજ મુદ્દે દોઢ લાખની રૂપિયાની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ ACBના છટકામાં લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો : Ahmedabad: ટ્રાફિક પોલીસકર્મીઓ માટે હવે AC હેલ્મેટ ! ત્રણ પોલીસકર્મી પાંચ દિવસ સુધી પહેરી જણાવશે અનુભવ

બાદમાં આરોપીના ઘરે ACBએ સર્ચ ઓપરેશન કરતા 58 લાખની રોકડ અને 12 દારૂની બોટલ પણ મળી આવી હતી. આરોપીએ અગાઉ દસ્તાવેજના કામ માટે લાંચ લીધી છે કે નહીં તે અંગે ACBએ તપાસ હાથ ધરી છે. કેસમાં અન્ય કોઈ ઉપરી અધિકારીની સંડોવણી છે કે કેમ તે વિશે તપાસ થઈ રહી છે.

તો બીજી તરફ આ અગાઉ પણ ACB એ અમદાવાદ અને જામનગર એમ બે સ્થળે ટ્રેપ કરીને મામલતદાર અને તલાટીને ઝડપી લીધા હતા. જોકે મામલતદાર 1600 રુપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે તલાટી 30 હજાર રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">