Ahmedabad: ટ્રાફિક પોલીસકર્મીઓ માટે હવે AC હેલ્મેટ ! ત્રણ પોલીસકર્મી પાંચ દિવસ સુધી પહેરી જણાવશે અનુભવ

Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીઓને ગરમીથી રાહત આપવા માટે AC હેલ્મેટનો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ પ્રાયોગિક ધોરણે ત્રણ પોલીસકર્મીઓને આ AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. પાંચ દિવસ સુધી આ હેલ્મેટ તેઓ પહેરશે અને તેમના અનુભવ પરથી રિપોર્ટ તૈયાર કરાશે.

Ahmedabad: ટ્રાફિક પોલીસકર્મીઓ માટે હવે AC હેલ્મેટ ! ત્રણ પોલીસકર્મી પાંચ દિવસ સુધી પહેરી જણાવશે અનુભવ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 12, 2023 | 7:03 PM

Ahmedabad: સામાન્ય રીતે ચાર રસ્તા પર ઉભેલા ટ્રાફિક પોલીસ સફેદ કલરની હેલ્મેટ પહેરતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના ત્રણ જગ્યા ઉપર આ હેલ્મેટ ચર્ચાનો વિષય બની છે. ટ્રાફિક પોલીસ કર્મચારીએ સફેદ કલરનું હેલ્મેટ તો પહેર્યું છે પરંતુ તે હેલ્મેટ અલગ પ્રકારનું દેખાઈ રહ્યું છે. કેમકે આ હેલ્મેટ એક અન્ય ડીવાઈસ સાથે કનેક્ટ થયેલું જોવા મળે છે. ટ્રાફિક પોલીસની કમર સાથે લગાવેલા એક યુનિટ સાથે આ હેલ્મેટ કનેક્ટ કરવામાં આવ્યું છે. અહીંથી નીકળતા લોકો વિચારે છે કે વળી આ કયા પ્રકારનું હેલ્મેટ છે.

પાંચ દિવસ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયો પ્રોજેક્ટ

અમદાવાદની કાળઝાળ ગરમી વચ્ચે પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આ ટ્રાફિક પોલીસકર્મીઓને ગરમીમાંથી થોડીઘણી રાહત મળેે તે હેતુથી હાલ પ્રાયોગિક ધોરણે ગૃહવિભાગ દ્વારા AC હેલ્મેટ લાવવામાં આવ્યુ છે.

હાલ એક મહિલા પોલીસકર્મી અને બે પુરુષ પોલીસકર્મીને આ AC હેલ્મેટ આપવામાં આવ્યુ છે. તેઓ પાંચ દિવસ સુધી આ હેલ્મેટ પહેરશે અને ત્યારબાદ તેઓ તેમનો અનુભવ જણાવશે, તેમના અનુભવને આધારે આ પ્રયોગ આગળ ધપાવવો કે કેમ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે ગૃહવિભાગ અને સરકાર આ હેલ્મેટને લઈને યોગ્ય નિર્ણય કરશે.  ત્યારે આવો જોઈએ શું છે આ હેલ્મેટની વિશેષતા.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

શું છે એસી હેલમેટની ખાસિયત

આ એક ખાસ પ્રકારનું ગરમીમાં ઠંડક આપતુ AC હેલ્મેટ છે. સામાન્ય હેલ્મેટની જેમ જ તેને બેલ્ટથી અંદરની સાઈઝ નાની-મોટી કરી શકાય છે. તેની ખાસ ડિઝાઈનને કારણે તે કોઈપણ વ્યક્તિને માથા ફીટ થઈ જશે. આ હેલ્મેટમાં અંદર એક નાનકડી મોટર થકી એકઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે. જે અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે.

હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે. જેનાથી અંદરનું ટેમ્પરેચર સેટ થઈ શકે છે. આ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય છે. તેની બેટરી ચાર્જ કરવા માટે પણ કેબલ પણ આપવામાં આવ્યો છે. બેટરીને બેલ્ટ વડે સેટ કરવામાં આવી છે. જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર પર આરામથી બાંધી શકે છે અને તેના દ્વારા આ હેલ્મેટનું ઓપરેટિંગ કરી શકે છે.

પ્રાથમિક દ્રષ્ટિએ એસી હેલ્મેટમાં શું બદલાવની જરૂર છે?

  • સામાન્ય હેલ્મેટ કરતા એસી હેલ્મેટનું વજન થોડું વધારે છે
  • એસી હેલ્મેટ ભારી હોવાથી લાંબા સમય સુધી પહેરવું શક્ય નથી
  • એસી હેલ્મેટમાં લાગેલી મોટર ફેનના અવાજથી પણ લાંબા સમય સુધી પહેરી શકાય તેમ નથી
  • એસી હેલ્મેટમાં ફક્ત આગળના ભાગે જ ઠંડી હવા આવે છે જો તેને હેલ્મેટ ફરતે રાઉન્ડમાં કરી આપવામાં આવે તો વધુ ફાયદાકારક બની શકે છે
  • એસી હેલ્મેટ એટલું ઇઝી ઓપરેટ નથી કે તે કોઈ એક વ્યક્તિ ઓપરેટ કરી શકે
  • કમર પર બેટરી બેલ્ટ બાંધ્યા બાદ તેના કેબલને બેટરી સાથે જોઈન્ટ કરવા અન્ય વ્યક્તિની જરૂર પડે છે
  • હેલ્મેટની પાછળના ભાગમાં ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે જેને ચેન્જ કરવામાં પણ અન્ય વ્યક્તિની જરૂર પડે છે

આ પણ વાંચો: Ahmedabad : હાટકેશ્વર બ્રિજ કાંડમાં AMCના વધુ એક અધિકારીની ધરપકડ, જૂઓ Video

હાલતો આ એસી હેલ્મેટ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યું છે. એસી હેલ્મેટના ફાયદાની સાથે અમુક ગેરફાયદા પણ છે. જોકે પાંચ દિવસ બાદ હેલ્મેટનો રિપોર્ટ ડીજીપીને સોંપવામાં આવશે. જેમાં કર્મચારીઓ દ્વારા જે પણ સુધારા સૂચવવામાં આવશે અથવા તો એસી હેલ્મેટ પહેરી શકાય કે નહિ પહેરી શકાય તેનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવશે તો તે મુજબ એસી હેલ્મેટ મામલે વિચાર કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">