Valsad Video: વાપી-ઉમરગામ GIDCમાં ફૂડ વિભાગની તવાઈ, 500 કિલોથી વધારે ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો
તહેવારોને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભેળસેળિયા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામમાંથી ફૂ઼ડ વિભાગની ટીમે હલકી ગુણવત્તાયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરી વેપારીઓને નોટિસ ફટકારી છે. ઉમરગામ GIDCમાં આવેલા ચરણામૃત ડેરીમાંથી રંગમધુર ગાયના ઘાની નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના હલકી ગુણવત્તાના હોવાનું ખુલતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3.13 લાખની કિંમતનો 500 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.
Valsad : તહેવારોને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભેળસેળિયા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામમાંથી ફૂ઼ડ વિભાગની ટીમે હલકી ગુણવત્તાયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરી વેપારીઓને નોટિસ ફટકારી છે. ઉમરગામ GIDCમાં આવેલા ચરણામૃત ડેરીમાંથી રંગમધુર ગાયના ઘાની નમૂના લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Valsad Breaking News : વાપી GIDCમાં આવેલી અનુપ પેઇન્ટસ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો
આ નમૂના હલકી ગુણવત્તાના હોવાનું ખુલતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3.13 લાખની કિંમતનો 500 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે કચીગામમાં આવેલી જશનાથ ટ્રેડર્સમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.ત્યાંથી સરન પ્રિમિયમ ગાયનું ઘી તેમજ વાસ્તુ એગમાર્ક ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.
આ નમૂના પણ ભેળસેળયુક્ત હોવાનું બહાર આવ્યા બાદ 21 હજારની કિંમતનો 33 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા 7 વર્ષથી ઉમરગામ GIDCમાં ચાલી રહેલી ચરણામૃત ડેરીમાંથી હલકી ગુણવત્તાયુક્ત ઘીનો જથ્થો કેટલી જગ્યાએ પધરાવવામાં આવ્યો છે. તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
