જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય, NASAએ આપી ચેતવણી
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ સૌર વાવાઝોડાને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેના હુમલાથી બચવા માટે મનુષ્ય પાસે માત્ર 30 મિનિટનો સમય હશે. આ તોફાન અવકાશથી લઈને પૃથ્વી સુધીની ઘણી વસ્તુઓને અસર કરી શકે છે.
જો ક્યારેય મોટું સૌર વાવાઝોડું પૃથ્વીથી ટકરાશે તો લોકો પાસે તેનાથી બચવા માટે ફક્ત 30 મિનિટનો સમય હશે. અમેરિકન સ્પેસ એજન્સી NASAના એક સંશોધકે આ વાત કહી છે. NASAની ટીમ સૌર ડેટા પર AI મોડલ્સ લાગુ કરીને અર્લી વોર્નિગ સિસ્ટમ વિકસાવવા માટે કામ રહી છે. આ સાથે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરશે કે સૌર તોફાન પૃથ્વી પર ક્યારે પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોએ DAGGER નામના ડીપ લર્નિંગ મોડની તાલીમ પણ શરૂ કરી છે, જેથી આ અંગે વધુ માહિતી મેળવી શકાય. ACE, WING, IMP-8 અને Geotail સહિતના ઘણા સેટેલાઈટ સૌર ઉત્સર્જનનું નિરીક્ષણ કરી રહ્યા છે અને NASA ટીમને ડેટા મોકલી રહ્યા છે. સૌર વાવાઝોડાથી વીજળીના ગ્રીડને અસર થઈ શકે છે. સૌર વાવાઝોડાને ટાળવા માટે જ્યારે સૌર વાવાઝોડું આવવાની માહિતી મળે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રીડ બંધ કરી દેવી જોઈએ. સૌર તોફાન શું છે? તેને જીઓમેગ્નેટિક સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. આ સૂર્યમાંથી નીકળતા રેડિયેશન છે, જે સમગ્ર સૌરમંડળને અસર કરી શકે છે. આ અસરને કારણે પૃથ્વીનું...
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

