AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Rain : બોરસદ - આંકલાવ હાઈવે પર ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

Anand Rain : બોરસદ – આંકલાવ હાઈવે પર ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

Ashvin Patel
| Edited By: | Updated on: Oct 20, 2024 | 1:20 PM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે આણંદના બોરસદ - આંકલાવ હાઈવે પર ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગઈકાલે પણ ગુજરાત અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આણંદના બોરસદ – આંકલાવ હાઈવે પર પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો.

હાઈવે પર ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ હાઈવે પર વિઝિબિલીટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વાહનો રોકવાની પણ ફરજ પડી હતી. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

અમરેલીમાં વીજળી પડવાથી થયા હતા 5ના મોત

બીજી તરફ ગઈકાલે અમરેલીના લાઠીના આંબરડી ગામે ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા 5ના મોત થયા હતા. ખેતી મજૂરી દરમિાન ખેતમજૂરો પર વીજળી પડી હતી. એક યુવતી સહિત ચાર બાળકના વીજળી પડતા મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">