ICC Women’s T20 World Cup 2024: ન્યુઝીલેન્ડ બન્યું T20નું નવું વર્લ્ડ ચેમ્પિયન, ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ન્યૂઝીલેન્ડે 2009 અને 2010માં રમાયેલા પ્રથમ અને બીજા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ બંને વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 14 વર્ષ બાદ આ ટીમ ફરી ફાઈનલમાં પહોંચી અને આ વખતે ટાઈટલ જીતીને ટીમનું સપનું પુરૂ કર્યું છે.

ICC Women's T20 World Cup 2024: ન્યુઝીલેન્ડ બન્યું T20નું નવું વર્લ્ડ ચેમ્પિયન, ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
Follow Us:
| Updated on: Oct 20, 2024 | 11:36 PM

ન્યૂઝીલેન્ડ મહિલા T20 ક્રિકેટની નવી વર્લ્ડ ચેમ્પિયન બની છે. સોફી ડિવાઈનની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. દુબઈમાં રવિવાર 20 ઓક્ટોબરે રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવી ચેમ્પિયનશિપ પર કબજો કર્યો હતો. આ સાથે તેની 15 વર્ષની રાહનો પણ અંત આવ્યો.

આ ઉપરાંત, ન્યુઝીલેન્ડ T20 અથવા ODIમાં વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની કોઈ ટીમ સિનિયર મેન્સ કે વિમેન્સ ક્રિકેટમાં કોઈ વર્લ્ડ કપ જીતી શકી નથી. સતત બીજા વર્ષે વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાનું દિલ તૂટી ગયું હતું.

ન્યુઝીલેન્ડ માટે જોરદાર સાબિત થયો રવિવાર

રવિવાર, ઑક્ટોબર 20, ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે શાનદાર દિવસ શરૂ થયો અને વધુ સારી રીતે સમાપ્ત થયો. ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમે લગભગ 36 વર્ષના લાંબા સમય પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી છે. ટોમ લાથમની ટીમે બેંગલુરુ ટેસ્ટમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ પછી, દુબઈમાં કિવી મહિલા ટીમે વિશ્વ કપ ટાઇટલ માટે તેમના દેશની લાંબા સમયથી ચાલતી રાહનો અંત કર્યો. તે જ સમયે, દક્ષિણ આફ્રિકન ક્રિકેટને 4 મહિનામાં બીજી વખત ફાઇનલમાં હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા જૂનમાં સાઉથ આફ્રિકા મેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે હારી ગયું હતું.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

એમેલિયા-હેલિડેની શ્રેષ્ઠ ઇનિંગ્સ

ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ હારી ગઈ હતી પરંતુ તેમ છતાં પ્રથમ બેટિંગ કરતાં તેણે 158 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બીજી ઓવરમાં જ પ્રથમ વિકેટ પડી ગયા બાદ સુઝી બેટ્સ અને એમેલિયા કારે ઇનિંગ્સને સંભાળી લીધી હતી. અહીં બેટ્સ અને કેપ્ટન સોફી ડિવાઈન ઝડપથી પેવેલિયન પરત ફર્યા પરંતુ તેમના સ્થાને આવેલા બ્રુક હેલિડે 38 રન બનાવી બાઉન્ડ્રીનો વરસાદ કર્યો. એમેલિયાએ 43 રન બનાવ્યા અને હેલિડે વચ્ચે 57 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. આ પછી, અમેલિયા અને મેડી ગ્રીને છેલ્લી ઓવરોમાં કેટલીક બાઉન્ડ્રી ફટકારી અને ટીમને 5 વિકેટના નુકસાન પર આ સ્કોર સુધી પહોંચાડી, જે ફાઈનલ માટે ખૂબ જ મજબૂત હતો.

ઝડપી શરૂઆત બાદ દક્ષિણ આફ્રિકાની બેટિંગ ખોરવાઈ ગઈ હતી

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પીછો કરતી વખતે આક્રમક બેટિંગ કરીને સેમિફાઇનલ જીતનારી દક્ષિણ આફ્રિકાની ટીમે આ વખતે પણ એ જ અભિગમ અપનાવ્યો હતો. ખાસ કરીને સુકાની લૌરા વૂલવર્થ (33)એ કિવી બોલરોને ધોયા હતા. પાવરપ્લેમાં ટીમે એકપણ વિકેટ ગુમાવી ન હતી પરંતુ તે પછી વિકેટો પડી હતી. પહેલી વિકેટ સાતમી ઓવરમાં પડી અને પછી 10મી ઓવરમાં એમેલિયા કાર (3/24)એ વૂલવર્થ અને એનેકા બોશની વિકેટ લીધી. ત્યારબાદ મેરિજન કેપ અને નાદીન ડી ક્લાર્ક પર ચાલતી પકડી હતી અને 13 ઓવરમાં 5 વિકેટ પડી ગઈ હતી.

અહીંથી, બધાની નજર સુને લીસ અને ક્લો ટ્રાયોન પર હતી અને બંનેએ નાની ભાગીદારી કરીને ટીમની આશાઓ વધારી હતી પરંતુ તે પૂરતું ન હતું. એમેલિયાની જેમ બ્રુક હેલિડેએ પણ બોલિંગ બાદ બેટિંગમાં કારનામાઓ કરી હતી અને લીસને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. અહીંથી દક્ષિણ આફ્રિકાની હાર નિશ્ચિત હતી અને આખરે ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન જ બનાવી શકી હતી. આ રીતે સતત બીજા વર્ષે દક્ષિણ આફ્રિકાને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ તેને ફાઇનલમાં હરાવ્યું હતું.

આ પણ વાંચો: શંકરાચાર્યએ કર્યા PM મોદીના વખાણ, કહ્યું- વડાપ્રધાન જેવા સારા નેતા મળવા એ ભગવાનના આશીર્વાદ

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">