Gandhinagar Video : MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો, સેક્ટર – 21 પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો
ગાંધીનગરના ભાજપના વર્તમાન MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ સેક્ટર -21 પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
ગાંધીનગરના ભાજપના વર્તમાન MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ સેક્ટર -21 પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી છે. સેક્ટર-21ના MLA ક્વાર્ટર ખાતે દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાયો ગુનો
ગજેન્દ્રસિંહ પર દુષ્કર્મ આચર્યા બાદ જાતિ વિષયક ટિપ્પણી કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. SC-ST પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 દરમ્યાન દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે. અમદાવાદની મહિલાએ દુષ્કર્મ મુદ્દે ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ MLA વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
