અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોરનું SPG નેતા લાલજી પટેલે કર્યુ સમર્થન, ગરીબો માટે સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ છોડવો જોઈએ

અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું ટકોરનું સમર્થન એસપીજી નેતા લાલજી પટેલે કર્યુ છે. લાલજી પટેલે કહ્યુ કે અનામત મેળવનાર કેટલાક લોકો તેના લાભથી સમૃદ્ધ થયા છે. ત્યારે આવા સમૃદ્ધ લોકોએ હવે ગરીબો માટે અનાતમનનો લાભ છોડવો જોઈએ. આ તરફ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સુપ્રીમ કોર્ટની ટકોરનું સમર્થન કરતા કહ્યુ કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતના લાભ છોડવા જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 11:47 PM

એકતરફ દેશમાં OBC અનામતને લઈને રાજનીતિ તેજ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને ટકોર કરી છે કે જે જાતિને અનામતનો લાભ મળ્યો છે તેને હવે લાભ છોડવો જોઈએ. અનામતને લાયક ન હોય તેવા ધનવાનોએ લાભ છોડવા જોઈએ. ગરીબોના લાભ માટે ધનવાનોને અનામતની શ્રેણીમાંથી બહાર આવવુ પડશે. જેને જરૂર નથી તેમણે અતિ પછાત લોકો માટે લાભ છોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે આ મુદ્દે કાયદાકીય પ્રશ્નોની સમીક્ષા કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટની ટકોરને SPGના અધ્યક્ષ લાલજી પટેલે સમર્થન કર્યુ છે.

લાલજી પટેલે જણાવ્યુ કે અનામત મેળવનાર કેટલાક લોકો તેના લાભથી સમૃદ્ધ થયા છે. ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઈએ. સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ સમાજના ગરીબ વર્ગ માટે છોડવો જોઈએ. લાલજી પટેલે વધુમાં જણાવ્યુ કે બાબાસાહેબ આંબેડકર ગરીબ સમાજને સમૃદ્ધ કરવા અનામત લાવ્યા હતા. હવે સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતનો લાભ છોડી દેવો જોઈએ

આ પણ વાંચો: રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીના પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે

આ તરફ અરવલ્લીના બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ અંગે જણાવ્યુ છે કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતનો લાભ છોડવો જોઈએ. ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ કે જ્યા જરૂર ન હોય ત્યાં અનામતનો લાભ ન લેવો જોઈએ. જેથી અન્ય સમાજના ગરીબ વર્ગને તેનો લાભ મળી શકે, ગરીબ વર્ગને શિક્ષણ મળવાથી તેનો વિકાસ થશે અને તેઓ આગળ આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તાન્યા આપઘાત કેસ...IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર
તાન્યા આપઘાત કેસ...IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર
ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
g clip-path="url(#clip0_868_265)">