Breaking News : ભુજમાં પાકિસ્તાનની નાપાક હરકતથી તંત્ર હાઈ એલર્ટ પર, ભુજમાં 2 દિવસ બજાર રહેશે બંધ, જુઓ Video
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે નાપાક પાકિસ્તાનની ભારતના અલગ-અલગ સ્થળો પર ડ્રોન, મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. તેનો ભારતે પણ પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ ભુજમાં પાકિસ્તાનની નાપાક હરકતથી તંત્ર હાઈ એલર્ટ પર છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે નાપાક પાકિસ્તાનની ભારતના અલગ-અલગ સ્થળો પર ડ્રોન, મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. તેનો ભારતે પણ પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ ભુજમાં પાકિસ્તાનની નાપાક હરકતથી તંત્ર હાઈ એલર્ટ પર છે. ભુજમાં 2 દિવસ સુધી સંપૂર્ણ બજાર બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિનિધિ અને વિવિધ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
ભુજમાં 2 દિવસ બજાર બંધ
2 દિવસ બાદ સાંજના સમયે વેપારીઓ સ્વયંભૂ દુકાન બંધ રાખવામાં આવશે. તંત્રએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે. બોર્ડર નજીક ખાવડા ગામની દુકાનો બંધ કરવામાં આવી છે.પોલીસ અને તંત્રની અપીલ બાદ લોકોએ વેપાર બંધ રાખ્યા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની તંત્રની સલાહ આપી છે. ભુજ વિસ્તારની મોટાભાગની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. સાવચેતીના ભાગરુપે ડિપોર્ટમેન્ટલ મોલ પણ બંધ કરાયા છે.
કચ્છમાં 7 વાગ્યા પછી દુકાનો બંધ !
કચ્છમાં તંગદિલીભરી સ્થિતિ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લઈને અલગ અલગ એસોસિએશનનો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં દરરોજ સાંજે 7 વાગે દુકાનો-વેપાર બંધ થશે. દુકાન, ઉદ્યોગો સાંજે 7થી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી સૂચના ન આવે ત્યાં સુધી દુકાન-ઉદ્યોગ બંધ રહેશે. કલેક્ટર અને સાંસદની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો છે.
