Vadodara: હરણી બોટકાંડમાં મેજિસ્ટ્રેટના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી, જુઓ Video

Vadodara: હરણી બોટકાંડમાં મેજિસ્ટ્રેટના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2024 | 12:24 PM

રિપોર્ટ અનુસાર પાણી ભરાતા અચાનક ટર્ન લેવા જતાં બોટ દુર્ઘટના સર્જાઇ હતી. તો બોટમાં સવાર 23માંથી માત્ર 9ને જ લાઇફ જેકેટ પહેરાવ્યા હતા. મનપા અને કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વચ્ચે થયેલા કરારની શરતોનું ઉલ્લંઘન હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે.

વડોદરાના ચકચારી બોટકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. TV9 પાસે તપાસ કરનાર મેજિસ્ટ્રેટના રિપોર્ટની Exclusive માહિતી છે. મેજિસ્ટ્રેટના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર બોટમાં 14ની ક્ષમતા સામે 30 લોકોને બેસાડાયાનો ઘટસ્ફોટ થયો છે.

રિપોર્ટ અનુસાર પાણી ભરાતા અચાનક ટર્ન લેવા જતાં બોટ દુર્ઘટના સર્જાઇ હતી. તો બોટમાં સવાર 23માંથી માત્ર 9ને જ લાઇફ જેકેટ પહેરાવ્યા હતા. મનપા અને કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વચ્ચે થયેલા કરારની શરતોનું ઉલ્લંઘન હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે.

રિપોર્ટમાં થયા આ ચોંકાવનારા ખુલાસા

1. શું હતું બોટ ડુબવાનું મુખ્ય કારણ?

બોટ જ્યારે આગળ વધી રહી હતી ત્યારે બોટની ડાબી બાજુ થી બોટમાં પાણી આવવાનું શરૂ થયું. પાણી ભરાવવાને કારણે બોટ નમવા લાગી, આ દરમ્યાન બોટ ઓપરેટર દ્વારા ભારે સ્પીડ સાથે બોટ વળાવી જેને લીધે બોટ ઉંધી વળી ગઈ. ઓપરેટરને બોટ ચલાવવાનું જ્ઞાન નહોતું, પદ્ધતિ સરની બોટ ચલાવવાની કોઈ તાલીમ લીધી નહોતી બોટના હેલ્પરે પણ કોઈ તાલીમ લીધી નહોતી. બંનેએ કોઈ પણ જાતની તાલીમ તો લીધી નહોતી, પરંતુ તરતા પણ નહોતું આવતું

2. શું આ દુર્ઘટનામાં તમામનો જીવ બચી શક્યો હોત?

બોટમાં ચઢવા ઉતરવા માટે જુદી જુદી જેટી,પરંતુ બંનેનો ઉપયોગ નહોતો થયો જો દક્ષિણ તરફની જેટી તરફથી વિધાર્થીઓ શિક્ષકોને બોટમાં ચઢાવ્યા હોત, તો તમામના જીવ બચી ગયા હોત, દક્ષિણ જેટી પર 99 લાઈફ જેકેટ અને લાઈફ રિંગ ઉપલબ્ધ હતી, ઉત્તર બાજુની જેટીથી બાળકો શિક્ષકોને ચઢાવવામાં આવ્યા જ્યાં પૂરતી સંખ્યામાં લાઇફ જેકેટ ઉપલબ્ધ હતા નહીં, ઉત્તર જેટી પર માત્ર 9 લાઈફ જેકેટ હતા

3. કોટિયા પ્રોજેકટ દ્વારા કરારની શરતોનું ધરાર ઉલ્લંઘન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટિયા પ્રોજેકટ વચ્ચે નૌકા વિહાર પ્રોજેકટ માટે થયેલ કરારમાં જે બાબતો નો ઉલ્લેખ હતો તેનું કોઈજ પાલન કરવામાં આવ્યું નહોતું.સલામતી અને સુરક્ષા માટે જે મુદ્દાઓનો ઉલ્લેખ હતો તે પૈકી કોઈ પણ મુદ્દા નો અમલ નથી કરાયો. જો લાઈફ ગાર્ડ હાજર રાખ્યા હોત તો તમામનો જીવ બચી ગયો હોત.

4. FSLની તપાસમાં શુ તારણો આવ્યા સામે

જિલ્લા મેજિસ્ટ્રેટ એ બી ગૌર દ્વારા તૈયાર કરવામાં આવેલ તપાસ અહેવાલમાં FSLના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. બોટમાં માત્ર 14 વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા છતાં 7 પુખ્ત વયની વ્યક્તિ અને 23 બાળકોને બેસાડવામાં આવ્યા. હરણી તળાવમાં મોટર બોટ હતી, પરંતુ તે પણ બંધ હતી, જો લાઈફ ગાર્ડ હોત તો પણ અકસ્માત સ્થળે પહોંચી ન શક્યા હોત, કારણ કે મોટર બોટ બંધ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">