અમરેલીમાં સતત બીજા દિવસે પડ્યો સાવરકુંડલા, રાજુલાના ગ્રામ્ય પંથકમાં પડ્યો ધોધમાર વરસાદ- Video

અમરેલીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ દસ્તક દીધી. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2024 | 7:13 PM

અમરેલી જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો. જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાદળો ઘેરાયા અને પવન સાથે મેઘાએ દસ્તક દીધી. વીજપડી સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. આ તરફ રાજુલા પંથકમાં પણ પવન સાથે વરસાદ પડ્યો. ભારે પવનને પગલે વીજળી ડૂલ થઈ હતી. બપોરના સમયે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી.

આ તરફ રાજુલાના માંડરડીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળીય અનેક ગામડામાં સારા વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગઈ હતી. આ તરફ બાબરા તાલુકાના ત્રબોડા ગામે વોકળામાં બોલેરો કાર તણાઈ હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગને એક મૃતદેહ મળ્યો. બોલેરો કાર ચાલક મૂળ રાજસ્થાનનો હોવાનુ સામે આવ્યુ. કારમાં ત્રણ લોકો સવાર હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. સુખનાથ મહાદેવ મંદિર પાસે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. ફાયર વિભાગ દ્વારા તણાયેલી કારને બહાર કાઢવામાં આવી છે. હજુ સુધી કારમાં સવાર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે જ્યારે અન્ય લોકોની શોધખોળ શરૂ છે.

આ પણ વાંચો:Rajkot: ગોંડલના વાસાવડ ગામમાં ખાબક્યો ભારે વરસાદ, બે કાંઠે વહેતી થઈ વાસાવડી નદી- જુઓ વીડિયો 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">