Rajkot Video : રાજકોટ કોર્પોરેશને ઢોર પર નિયંત્રણ માટે લીધો મહત્વનો નિર્ણય, સ્ટેન્ડિંગ કમિટીએ દંડની રકમ 3 ગણી કરી !
રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા અત્યાર સુધી અનેક પ્રસાયો હાથ ધરવામાં આવ્યા હતા.પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી. તેવામાં હવે રાજકોટ કોર્પોરેશને ઢોર પર નિયંત્રણ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ દંડની રકમ 3 ગણી કરવાની દરખાસ્ત મંજૂર કરી છે. રખડતા ઢોર પકડાય તો તેના માલિકને 3 ગણી દંડની રકમ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
Rajkot News : રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા અત્યાર સુધી અનેક પ્રસાયો હાથ ધરવામાં આવ્યા હતા.પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી. તેવામાં હવે રાજકોટ કોર્પોરેશને ઢોર પર નિયંત્રણ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ દંડની રકમ 3 ગણી કરવાની દરખાસ્ત મંજૂર કરી છે.
આ પણ વાંચો : Rajkot : રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ બાઈક અને જીપ પર ખુલ્લી તલવાર સાથે કર્યો અનોખા ગરબા
રખડતા ઢોર પકડાય તો તેના માલિકને પ્રથમ વખત 3 હજાર, બીજી વખત પકડાય તો 4 હજાર 500 અને ત્રીજી વખત પકડાય તો 6 હજાર રૂપિયા દંડ વસૂલવાની જોગવાઈ છે. રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે- ફક્ત દંડની રકમમાં ફેરફાર કરાયો છે. બાકી અન્ય નિયમો જે હતા તે જ રહેશે. નિયમોની અમલવારી હવે કડકાઈથી કરવામાં આવશે.
તો બીજીતરફ દંડની રકમ 3 ગણી કરવાના નિર્ણયનો માલધારી સમાજે વિરોધ કર્યો છે.માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ કહ્યું કે- દંડની રકમ માલધારી સમાજને પરવડે તેમ નથી. તેમણે પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગ કરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો