સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો

રાત્રી દરમિયાન વરસેલ વરસાદ દરમિયાન જિલ્લાના પોશીના અને વડાલી તાલુકામાં સારો વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસતા વરસાદને લઈને પણ ખેડૂતોને મોટી રાહત થઈ હતી. પોશીના વિસ્તારમાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા.

સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
ધોધમાર વરસ્યો
Follow Us:
| Updated on: Jul 17, 2024 | 9:51 AM

સાબરકાંઠામાં ગત મોડીરાત્રી દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન મેઘમહેર થતા સ્થાનિકોમાં ખુશહાલી પ્રશરી હતી. ખાસ કરીને ઉત્તરીય વિસ્તારના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જ્યાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા. ખેડબ્રહ્મામાં સૌથી વધારે ચાર ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

ખેડબ્રહ્માના સુરતી કંપા, સિંગલ કંપા, ગોટા,વાસણા, શ્યામનગર , ગાડું સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના નવી મેત્રાલ થી મેત્રાલ કમ્પા વચ્ચેના ગરનાળાની પ્રોટેક્શન વોલ ધરાશાયી વરસાદ દરમિયાન થઈ ગઈ હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને પ્રોટેક્શન વોલ ધરાશાયી હતી. ખેડબ્રહ્માના સિંગલ કંપા પાસે રાત્રી દરમિયાન ધોધમાર વરસતા વરસાદને લઈને ચેકડેમ છલકાઈ જવા પામ્યો હતો.

વડાલી, તલોદ અને પોશીનામાં પણ ધોધમાર વરસાદ

રાત્રી દરમિયાન વરસેલ વરસાદ દરમિયાન જિલ્લાના પોશીના અને વડાલી તાલુકામાં સારો વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસતા વરસાદને લઈને પણ ખેડૂતોને મોટી રાહત થઈ હતી. પોશીના વિસ્તારમાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા. આ વિસ્તારમાં વરસાદ અન્ય તાલુકાના પ્રમાણમાં ઓછો વરસવાને લઈ ચિંતા છવાયેલી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. તલોદમાં બે ઈંચ અને પ્રાંતિજમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં સતત વરસાદને પગલે ખેડૂતોનો વાવણી માટેનો ઉત્સાહ જબરદસ્ત થયો છે. આ સિઝનમાં વાવણી માટે જરુરી વરસાદી માહોલ સર્જાતા રાહત સર્જાઈ છે. હિંમતનગર વિસ્તારમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

અરવલ્લીમાં હળવો વરસાદ

અંતિમ ચોવીસ કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવા વરસાદના ઝાપટા વરસ્યા હતા. ભિલોડામાં સૌથી વધારે પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં વિસ્તારમાં પણ સતત વરસાદ બીજા દિવસે નોંધાયો હતો. આ ઉપરાંત માલપુર, મોડાસા, મેઘરજ, ધનસુરા અને બાયડમાં હળવો વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલ વરસાદ

  • ખેડબ્રહ્મા 104 મીમી
  • તલોદ 46 મીમી
  • પોશીના 46 મીમી
  • વડાલી 40 મીમી
  • પ્રાંતિજ 37 મીમી
  • હિંમતનગર 03 મીમી

આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">