હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે અલગથી આઈસીયું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં બાળકોને માટે 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વધારાના તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળ રોગ નિષ્ણાંતોની ટીમને પણ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તૈયાર રાખવામાં આવી છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ હવે હિંમતનગર સિવિલમાં તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે અલગથી આઈસીયું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં બાળકોને માટે 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વધારાના તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સિવિલમાં વધારાનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના કેસ સામે આવે તો ત્યાં સારવાર ત્વરીત ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિંમતનગર સિવિલમાં બાળ રોગ નિષ્ણાંતોની ટીમને પણ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તૈયાર રાખવામાં આવી છે. હાલમાં 2 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની પર નિષ્ણાંત ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
Latest Videos