“એક હૈ તો સેફ હૈ”ના મુદ્દે રાહુલ ગાંધીના મોદી-અદાણી પર આકરા પ્રહાર, જુઓ વીડિયો
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના 'એક હૈ તો સેફ હૈ'ના સૂત્રનો અર્થ સમજાવ્યો હતો. આ દરમિયાન રાહુલે સેફ (તિજોરી)માંથી એક પોસ્ટર કાઢ્યું જેમાં 'એક હૈ તો સેફ હૈ' લખેલું હતું. રાહુલે પૂછ્યું કે સલામત કોણ છે અને કોને કષ્ટ થશે ?
આજે એટલે કે સોમવાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. મહા વિકાસ આઘાડી (MVA)થી લઈને મહાયુતિ સુધીના દિગ્ગજ નેતાઓએ તેમની સંપૂર્ણ તાકાત ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે. આ દરમિયાન લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર પ્રહારો કર્યા અને તેના ‘એક હૈ તો સેફ હૈ’ના સૂત્રનો અર્થ સમજાવ્યો. આ દરમિયાન રાહુલે સેફ (તિજોરી)માંથી મોદી અને અદાણીના ફોટા સાથે ‘એક હૈં તો સેફ હૈ’ લખેલ પોસ્ટર કાઢ્યું હતું.
રાહુલે ‘એક હૈ તો સેફ હૈ’નો અર્થ સમજાવ્યો
આ ઉપરાંત રાહુલે તે તિજોરીમાંથી ગૌતમ અદાણી અને પીએમ મોદીના ફોટા અને ધારાવીની તસવીર પણ બતાવી. આ દરમિયાન રાહુલે કહ્યું કે પીએમ મોદીનું સ્લોગન છે કે: એક હૈ તો સેફ હૈ. પરંતુ પ્રશ્ન એ છે કે – કોણ છે સલામત અને કોણ છે અસલામત ? તેનો જવાબ છે- નરેન્દ્ર મોદી, અદાણી, અમિત શાહ સેફ છે. જ્યારે, આમાં નુકસાન મહારાષ્ટ્રના લોકો અને ધારાવીના લોકોનું છે. એક તો ધારાવીનો નાશ થઈ રહ્યો છે. ધારાવીની જમીન છીનવાઈ રહી છે.