અમરેલીમાં સનાતન ધર્મ થયો શર્મસાર, વૃદ્ધ સંત સામે વિધર્મી હોવાનો આરોપ લગાવી કથિત સાધુએ કર્યુ ન કરવાનુ કૃત્ય-  જુઓ Video

અમરેલીમાં સનાતન ધર્મને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમરેલીના ભગુડા ગામ નજીક આવેલા ભોયરાધારનો વીડિયો સામે આવ્યો છે. જેમા અર્જુનગીરી નામના કથિત સાધુએ તેની સાધુ લજવી છે. ગિરનારીબાપુ નામના સાધુ પર વિધર્મી હોવાનો આરોપ લગાવી તેને અપશબ્દો કહ્યા અને ન કરવાનુ દુષ્કૃત્ય કર્યુ. જેના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

Follow Us:
| Updated on: Nov 18, 2024 | 4:22 PM

અમરેલીના ભગુડા ગામ નજીક આવેલા ભોયરાધાર ગામેથી એક સનાતન ધર્મને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં અર્જુનગીરી નામનો માથાભારે શખ્સ જે ખુદને સાધુ ગણાવે છે તેમણે ગિરનારી બાપુ નામના સાધુને પહેલા ઢોર માર્યો. ગિરનારી બાપુ વિધર્મી હોવાનો આરોપ લગાવી તેને અપશબ્દો કહ્યા અને ઢોર માર્યો માર્યો. આટલેથી પણ ન અટક્તા સરાજાહેરમાં અર્જુનગીરીએ ગિરનારીબાપુની જટા પણ કાપી નાખી. ઉપરાંત તેમની પાસે રહેલા મોબાઈલ અને રોકડ રકમ પણ ઝૂંટવી લીધા. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને આધારે હળવદથી આરોપી અર્જુનગીરી અને તેના સાગરીતની ધરપકડ કરી લેવાઈ છે.

આવા અસુરોને ફાંસીએ દેવા જોઈએ: રામેશ્વરગીરી હરિયાણી

ભગુડા ગામથી સામે આવેલા સાધુને માર મારતા આ વીડિયોથી સમગ્ર સંત સમાજમાં રોષ ફેલાયો છે અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાધુઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. સાધુ માટે તેની જટા પવિત્ર ગણાતી હોય છે ત્યારે અર્જુનગીરી નામના લેભાગુ સાધુએ ગીરનારી બાપુ પર માત્ર આરોપના આધારે તેની જટા કાપી નાખી તેના આત્મા પર કુઠારાઘાત કર્યો છે. રામેશ્વર બાપુ હરિયાણીએ અર્જુનગીરીના આ કૃત્યને સાધુતાને ન શોભે તેવુ ગણાવ્યુ અને તેને સાધુ તો કેવી રીતે કહેવા તેવા પણ સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે સૌપ્રથમ તો લૂંટે તેને સાધુ જ ન કહેવાય, ભલે તે સાધુના વેશમાં હોય કે અન્ય વેશમાં હોય. જે સમાજને લૂંટે તેને ડાકુ જ કહેવાય, તેની નરાધમમાં જ વ્યાખ્યા કરાય તેને સાધુ ન ગણી શકાય. વધુમાં તેમણે જણાવ્યુ કે આવા અસુરો સમાજ માટે પણ જોખમી છે, તેમને ફાંસી જ આપી દેવી જોઈએ. અહીં વીડિયોમાં આપને સંભળાવી પણ ન શકીએ એ હદે આ માર મારનાર કથિત સાધુ અપશબ્દો બોલી રહ્યા છે ત્યારે રામેશ્વર ગીરીએ તો તેને સાધુ ગણવાનો પણ ઈનકાર કર્યો છે.

વૃદ્ધ સાધુ પરનો આ હુમલો સનાતનની આસ્થા પરનો હુમલો: જ્યોતિર્નાથ બાપુ

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વૃદ્ધ ગીરનારીબાપુ તેની સામે કરગરી રહ્યા છે છતા અર્જુનગીરી નિર્દય બનીને તેમને મારતો જોવા મળે છે. આ સમગ્ર મામલે જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે કોઈપણ સંજોગોમાં આ કૃત્ય સ્વીકાર્ય નથી અને તેને ચલાવી ન લેવાય. સાધુની ચોટી કાપવાનો માત્ર તેના ગુરુને જ અધિકાર છે અન્ય કોઈને નહીં. પરંતુ જો અર્જુન ગીરી ખરેખર સાધુતાને વરેલો હોત તો તે આ પરંપરા જાણતો હોત પરંતુ આ તો સાધુ કહેવાને જ લાયક નથી. વધુમાં જ્યોતિર્નાથ બાપુએ કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ વારંવાર સાધુઓ પર હુમલા અને અન્ય લોકોને માર મારવાની ઘટના છાશવારે સામે આવી રહી છે ત્યારે તેમને પોષનારા તત્વો કોણ છે તે તપાસનો વિષય છે.

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ

જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યુ કે આ કથિત સાધુ અર્જુનગીરીને સમાજે, ગીરી સમાજે અને પોલીસે પણ કડક હાથે કામ લઈ સજા કરવી જોઈએ. સમગ્ર ઘટનાને તેમણે આસ્થા પર હુમલો ગણાવ્યો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
g clip-path="url(#clip0_868_265)">