Rajkot : વિરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણીના કેસ મામલે પ્રોફેસર સંજય તેરૈયાને કરાયા ફરજમુક્ત

Rajkot : વિરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણીના કેસ મામલે પ્રોફેસર સંજય તેરૈયાને કરાયા ફરજમુક્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 12:29 PM

કોલેજની બે વિદ્યાર્થિનીએ ત્રણ મહિના પહેલા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

માતૃશ્રી વિરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણીના કેસ મામલે પ્રોફેસર સંજય તેરૈયાને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજમુક્ત કરાયા છે. મહત્વનું છે કે બે વિદ્યાર્થિનીએ ત્રણ મહિના પહેલા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ફરિયાદ બાદ તપાસ સમિતિ દ્વારા ચાલી રહી છે તપાસ

રાજકોટ શહેરની માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજમાં ગુરૂ શિષ્યનો સંબંધ લજવાયાનો બનાવ સામે આવ્યો છે. કોલેજમાં જ અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે આ ઘટના ત્રણ મહિના પહેલાની છે. ત્રણ મહિના પહેલા સંજય તેરૈયાએ અઘટીત માગ કરી હોવાનો ગંભીર આક્ષેપ થયો હતો. ત્રણ મહિના વિતી ગયા છતાં, હજી કોઇ કાર્યવાહી થઇ નથી અને હવે મોડે મોડે તપાસ નામે તરકટ કરવામાં આવી રહ્યું છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. કોલેજના આચાર્યએ 45 દિવસ સુધી વિદ્યાર્થિનીઓની અરજી દબાવી રાખી હોવાનો પણ આક્ષેપ થયો છે. હોબાળો મચ્યા બાદ, મોડે મોડે તપાસ કમિટી બનાવવામાં આવી છે. બીજી તરફ, આ બનાવ સંદર્ભે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો NSUIએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી પણ ઉચ્ચારી હતી.

 

Published on: Dec 22, 2022 12:27 PM
g clip-path="url(#clip0_868_265)">