રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલની થશે કાયાપલટ
Rajkot: મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ-જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલની કાયાપલટ કરવાનો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો છે. જેનાથી દ્વારકા, મોરબી અને જામનગર જતા વાહનચાલકોને લાભ થશે
હાલમાં જ રાજકોટવાસીઓને ત્રણ નવા ઓવરબ્રિજની ભેટ મળી છે. હોસ્પિટલ ચોક, નાના મવા ચોકડી અને રામાપીર ચોકડી પર ઓવરબ્રિજનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં રાજકોટ-જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલની કાયાપલટ કરવાનો રાજકોટ મનપા દ્વારા નિર્ણય લેવાયો છે. આ ઓવરબ્રિજ બન્યા બાદ જામનગર,દ્વારકા અને મોરબી તરફ જતા વાહનચાલકોને લાભ થશે. મહત્વપૂર્ણ છે કે આ પુલ રેલવે ટ્રેક પર આવેલો હોવાથી પ્રારંભિક ડિઝાઇન રેલવેને સોંપવામાં આવી છે. રેલવે તરફથી ક્લિયરન્સ મળતા અન્ય પ્રક્રિયાઓ હાથ ધરાશે. 54 કરોડના ખર્ચે 100 ફૂટ પહોળો અને 700 મીટર લાંબો ફોરલેન બ્રીજ બનાવવાનું મનપા દ્વારા આયોજન કરાયું છે.
પૂલના નવિનીકરણની ડિઝાઈન રેલવે વિભાગને એપ્રુવલ માટે અપાઈ- મેયર પ્રદિપ ડવ
રાજકોટના મેયર પ્રદિપ ડવના જણાવ્યા અનુસાર હાલ સાંઢીયા પુલ બ્રિજને તાત્કાલિક નવો બનાવવાની જરૂરિયાત છે. સાથે જ પૂલને પહોળો કરવા માટે 704 મીટરની લંબાઈ સાથે તેનુ નવનિર્માણ કરવામાં આવશે. હાલ રેલવે વિભાગને ડિઝાઈન એપ્રુવલ માટે આપેલી છે. મેયરે વધુમાં જણાવ્યુ કે રેલવે વિભાગની મંજૂરી મળ્યા બાદ પૂલની ટેન્ડરિંગ પ્રક્રિયા અને કન્સલ્ટન્ટ નિમવાની પ્રક્રિયા રાજકો મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે આ બ્રિજથી જામનગર જનારા, દ્વારકા જનારા અને મોરબી જનારા વાહનચાલકોને લાભ થશે.