વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મળી ખબર અંતર પૂછ્યા, CMએ માન્યો આભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઈને CM ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી સાથે તેમના પુત્ર અનુજ પટેલની એક તસ્વીર શેર કરી હતી અને અનુજ પટેલના ખબર અંતર પૂછી પરિવારને હૂંફ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને મળ્યા હતા અને અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. PM મોદીએ મુખ્યપ્રધાનના પરિવારજનોને મળીને હૂંફ આપી હતી. અનુજ પટેલ બ્રેન સ્ટ્રોકથી છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.
આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.@narendramodi pic.twitter.com/c3iXoIO2V8
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઈને CM ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી સાથે તેમના પુત્ર અનુજ પટેલની એક તસ્વીર શેર કરી હતી અને અનુજ પટેલના ખબર અંતર પૂછી પરિવારને હૂંફ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો તસ્વીરો: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં આગ બાદ વેપારીઓને બેઠા કરવા મોટો નિર્ણય

અમરેલી: ધોરણ 4ની 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવી શિક્ષકે આચર્યુ દુષ્કર્મ

ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ

રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર