ઉબેણ નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો પાલ આંબલિયાનો મોટો આરોપ, GPCB અને સ્થાનિક રાજકીય આગેવાન સામે ઉઠાવ્યા સવાલ- Video

ઉબેણ નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો પાલ આંબલિયાનો મોટો આરોપ, GPCB અને સ્થાનિક રાજકીય આગેવાન સામે ઉઠાવ્યા સવાલ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2024 | 4:22 PM

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ઉબેણ નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો આક્ષેપ કર્યો છે. પાલ આંબલિયાનો આક્ષેપ છે કે જેતપુરના ડાઈંગ એસોસિએશન દ્વારા નદીમાં સતત કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યુ છે. તેમણે GPCB અને સ્થઆનિક રાજકીય આગેવાનો સામે પણ મોટા આક્ષેપ કર્યા છે.

નદીઓમાં કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિઓ રાજ્યભરમાં થાય છે અને જીપીસીબી પર સતત સવાલ ઊભા થાય છે. ફરી એકવાર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ પ્રશ્ન ઊઠાવ્યો છે. ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ. સાથે જ જેતપુરના ડાઇંગ એસોસિએશન કેમિકલયુક્ત પાણી ઠાલવતા હોવાનો દાવો કર્યો. GPCB બોર્ડ અને સ્થાનિક રાજકીય આગેવાનો સામે આક્ષેપ લગાવ્યો. એક સાડી દીઠ 30 રૂપિયાનો ભ્રષ્ટાચાર આપતા હોવાનો દાવો કર્યો અને કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી.

જેતપુર ડાઈંગ ઉદ્યોગના પ્રમુખ જેન્તી રામોલિયા તમામ આક્ષેપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. નદીમાં પ્રદુષણવાળું કે કેમિકલયુક્ત પાણી ક્યાંય ઠાલવવામાં આવતું ન હોવાનું અને એસોસિએશન ફિલ્ટર પ્લાન્ટથી પાણી ટ્રીટ કરી ખેતીમાં વાપરતા હોવાનો જેન્તી રામોલિયા દાવો કર્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">