ધડેચી ગામે NDRFની ટીમે 9 લોકોનું કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, જુઓ વીડિયો

દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા. બોટ દ્વારા NDRFની ટીમે તમામ ફસાયેલા લોકોને પાણીથી બહાર નિકાળ્યા હતા. વર્તુ-2 ડેમ પણ પાણીની મોટી આવક થવાને લઈ જળસપાટી હવે ભયજનક સ્થિતિ નજીક પહોંચતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 4:08 PM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જવા પામ્યા છે. આ દરમિયાન દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા. બોટ દ્વારા NDRFની ટીમે તમામ ફસાયેલા લોકોને પાણીથી બહાર નિકાળ્યા હતા.

દ્વારકાનો વર્તુ-2 ડેમ પણ પાણીની મોટી આવક થવાને લઈ જળસપાટી હવે ભયજનક સ્થિતિ નજીક પહોંચતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. વર્તુ-2 ડેમના બે દરવાજાને ખોલવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્રએ નીચાણ વાળા ગામના લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">