Narmada Video : સોના-ચાંદી હીરાજડિત રજવાડી આભૂષણોથી સજ્જ હરસિદ્ધિ માતાના કરો દર્શન, અનોખો ઇતિહાસ ધરાવતા મંદિરમાં નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની ભીડઉમટી

Narmada Video : સોના-ચાંદી હીરાજડિત રજવાડી આભૂષણોથી સજ્જ હરસિદ્ધિ માતાના કરો દર્શન, અનોખો ઇતિહાસ ધરાવતા મંદિરમાં નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની ભીડઉમટી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 7:43 AM

Narmada : પૌરાણિક અને રજવાડી નગર તરીકે ઓળખાતા રાજપીપળા(Rajpipla) ખાતે ૪ સૈકાથી બિરાજમાન હરસિદ્ધિ માતાનું મંદિર(Harsiddhi Mataji Temple) નવરાત્રી (Navratri 2023)દરમિયાન આસ્થાનું કેન્દ્ર બને છે. વિક્રમસંવત 1655માં ગોહિલ વંશજના મહારાજા વેરીસાલજી ઉજ્જેનથી કુળદેવી મા હરસિધ્ધિને તેડી લાવ્યા હતા. આ બાદથી માતાજી રાજપીપળાના કુળદેવી તરીકે બિરાજમાન છે. મા હરસિદ્ધિ રાજપિપળાના રક્ષક દેવી તરીકે પણ પૂજાય છે

Narmada : પૌરાણિક અને રજવાડી નગર તરીકે ઓળખાતા રાજપીપળા(Rajpipla) ખાતે ૪ સૈકાથી બિરાજમાન હરસિદ્ધિ માતાનું મંદિર(Harsiddhi Mataji Temple) નવરાત્રી (Navratri 2023)દરમિયાન આસ્થાનું કેન્દ્ર બને છે. વિક્રમસંવત 1655માં ગોહિલ વંશજના મહારાજા વેરીસાલજી ઉજ્જેનથી કુળદેવી મા હરસિધ્ધિને તેડી લાવ્યા હતા. આ બાદથી માતાજી રાજપીપળાના કુળદેવી તરીકે બિરાજમાન છે. મા હરસિદ્ધિ રાજપિપળાના રક્ષક દેવી તરીકે પણ પૂજાય છે.

માતાજીના મંદિરે નવરાત્રી પર્વ દરમિયાન આસો સુદ એકમથી નવરાત્રીનો વિશેર્ષ ઉત્સવ ઉજવાય છે. અસમય દરમિયાન અહીં ભવ્ય મેળો પણ ભરાય છે. નવરાત્રીમાં વિશેષતા એ રહે છે કે આ નવ દિવસ દરમ્યાન ગોહિલ વંશજ મહારાજા દ્વારા સોના-ચાંદીના હીરાજડિત આભૂષણો માતાજીને પહેરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દર્શન અને મેળામાં મ્હાલવા લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટે છે.

રજવાડી નગરરાજપીપળાનો અનોખો અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. કુદરતી સંપતિના ખજાના સમાન નર્મદા જિલ્લાને ગુજરાતનું ઘરેણું પણ કહેવામાં છે. મંદિરના ટ્રસ્ટના સંચાલકો અનુસાર ઇ.સ. 1660 માં તે સમુના રાજા વેરીશાલજી મહારાજ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી તેમના કુળદેવી માઁ હસિદ્ધિને પોતાની સાથે રાજપીપળા તેડી લાવ્યા હતા ત્યારથી માં અહીં બિરાજમાન છે.

ઇ.સ.1660 રાજા વેરીશાલજી ઉજ્જૈન જવા રવાના થયા હતા. અહીં પહોંચતા તેમને ત્રણ દિવસેનો સમય લાગ્યો હતો જે બાદ તેઓ ઉજ્જૈન પહોંચ્યા હતા. આ પવિત્ર સ્થળે રાજાએ માં હરસિદ્ધિની પૂજા અર્ચના કરી હતી. રાજા વેરીશાલજી એક નિયમ માટે જાણીતા હતા. રાજા પૂજામાં બેસે પછી મૌન રહેતા હતા. માઁ હરિસિદ્ધિએ તેમની કસોટી કરી હતી. માઁ હરિસિદ્ધિની પરીક્ષાના કારણે તેઓને કંકુ મળ્યું ન હતું. પૂજા કરતી વખતે તેમણે જોયું તો થાળીમાં કંકુ ન હતું. અસમયે નિયમન ભંગ કરવાના સ્થાને ઘડીભરનો પણ વિચાર કર્યા વગર તેમણે પોતાની પાસે રહેલી કટાર પોતાની આંગળી પર ફેરવીને પોતાના રૂધીરથી માતાજીને તિલક કર્યો હતો અને પૂજા પૂર્ણ કરી હતી. આ ભક્તિ જોઈ માતાજી રાજા ઉપર પ્રસન્ન થયા હતા અને વરદાન માંગવા કહ્યું હતું. લાલચ વગર રાજાએ શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરી શકે તે માટે રાજાએ વરદાનમાં માં ને રાજપીપળા પધારવા વિનંતી કરી હતી. આ બાદથી માં અહીં બિરાજમાન છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 07:40 AM
g clip-path="url(#clip0_868_265)">