Surat Video : Heart attackથી યુવાનોના મોતની ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી, 15 દિવસમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો
Surat : હૃદયરોગના હુમલાના કારણે(Heart Attack) યુવાનોના અપમૃત્યુની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 25 વર્ષીય ટ્રક ડ્રાઈવર રાજકુમાર શાહુનું શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે ટૂંકા સમયગાળામાં સુરતમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા ૨૮ વર્ષીય યુવાન , વડોદરામાં રેસ્ટરન્ટમાં ૧૮ વર્ષીય યુવાન અને મહેસાણામાં એક શિક્ષિકાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું છે. સતત વધતી ઘટનાઓના કારણે યુવાનો અચાનક મૃત્યુને ભેટી રહ્યા છે.
Surat : હૃદયરોગના હુમલાના કારણે(Heart Attack) યુવાનોના અપમૃત્યુની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 25 વર્ષીય ટ્રક ડ્રાઈવર રાજકુમાર શાહુનું શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે ટૂંકા સમયગાળામાં સુરતમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા ૨૮ વર્ષીય યુવાન , વડોદરામાં રેસ્ટરન્ટમાં 26 વર્ષીય યુવાન અને મહેસાણામાં એક શિક્ષિકાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું છે.સૂત્રો અનુસાર 15 દિવસમાં 10 લોકોએ હૃદય રોગના હુમલાથી જીવ ગુમાવ્યો છે.
સતત વધતી ઘટનાઓના કારણે યુવાનો અચાનક મૃત્યુને ભેટી રહ્યા છે. 20 ઓક્ટોબરની ઘટનામાં ટ્રક-ડ્રાઈવર રાજકુમાર ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યો હતો.
આ પણ વાંચો : Surat : વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ, ડિલિવરી બોયએ 68 પાર્સલના ઓર્ડર કેન્સલ કરાવી ચૂનો ચોપડ્યો
યુવાન સ્ટીયરિંગ પર માથું મૂકીને બેભાન થઈ ગયો હતી. હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકની પત્ની છ માસની ગર્ભવતી છે. રાજકુમાર શાહુ પિતા બને એ પહેલાં જ મોતને ભેટતાં પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ આવ્યો હતો. અહીં પોતાનું વાહન પાર્ક કર્યા બાદ રાજકુમાર સીટના સ્ટીયરિંગ પર માથું મૂકી ઢળી પડ્યો હતો. સિક્યોરિટી ગાર્ડને રાજકુમાર બેભાન અવસ્થામાં મળી આવતાં તાત્કાલિક તેણે સ્થાનિકોને જાણ કરી ટ્રક ચાલકને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.