રાજકોટ વીડિયો: જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં દોષિતને ફટકારી 5 વર્ષની સજા, મામલતદારના ખોટા સહી-સિક્કા કરી પડાવ્યા હતા લાખો રુપિયા

રાજકોટ વીડિયો: જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં દોષિતને ફટકારી 5 વર્ષની સજા, મામલતદારના ખોટા સહી-સિક્કા કરી પડાવ્યા હતા લાખો રુપિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2024 | 12:24 PM

રાજકોટની જેતપુર કોર્ટે ઠગાઇના કેસમાં એક દોષિતને 5 વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યુ છે. કોર્ટે દોષિત બકુલ પરમાર નામના શખ્સને છેતરપિંડીના કેસમાં 5 વર્ષની કેદની સજા અને દંડ પણ ફટકાર્યો છે. આ દોષિત શખ્સે 18 જાન્યુઆરી 2022એ મામલતદારના ખોટા સહી-સિક્કા કરીને 3 લોકોને છેતર્યા હતા.

રાજકોટની જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં એક દોષિતને 5 વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યુ છે. કોર્ટે દોષિત બકુલ પરમાર નામના શખ્સને છેતરપિંડીના કેસમાં 5 વર્ષની કેદની સજા અને દંડ પણ ફટકાર્યો છે. આ દોષિત શખ્સે 18 જાન્યુઆરી 2022એ મામલતદારના ખોટા સહી-સિક્કા કરીને 3 લોકોને છેતર્યા હતા. તેમજ ત્રણેય વ્યક્તિ પાસેથી રૂપિયા 21 લાખ પડાવી લીધા હતા.

દોષિત બકુલ પરમારે ફરિયાદીને ભરડીયાની લીઝ અપાવવા અને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ અપાવવાની લાલચ આપી હતી. આ સરકારી કચેરીમાં પૈસા ભરવા હોવાનું કહીને પડાવ્યા હતા. 21 લાખ જે બાદ મામલતદારના ખોટા સહી-સિક્કાવાળી રસીદ પણ આપી હતી. આ કેસમાં સરકારી વકીલની દલીલના આધારે દોષિતને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">