દાહોદ : નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર, કૌભાંડમાં તત્કાલીન પ્રાયોજન અધિકારીની સંડોવણી સામે આવી
નકલી સરકારી કચેરી કૌભાંડમાં તત્કાલીન બદલી થયેલ પ્રાયોજન અધિકારી સંજય પંડ્યાનું નામ ખુલ્યું છે. દાહોદ પોલીસે અધિકારીની ધરપકડ કરી છે. વર્ષ 2022થી 2023 દરમિયાન દાહોદ પ્રયોજન વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. આ કેસમાં અત્યાર સુધી પૂર્વ IAS અધિકારી સહિત 11 આરોપી ઝડપાયા છે.
દાહોદના નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડમાં તત્કાલીન બદલી થયેલ પ્રાયોજન અધિકારી સંજય પંડ્યાનું નામ ખુલ્યું છે. દાહોદ પોલીસે અધિકારીની ધરપકડ કરી છે. વર્ષ 2022થી 2023 દરમિયાન દાહોદ પ્રયોજન વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા.
નકલી સરકારી કચેરી કૌભાંડ કેસની ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા. 6 જેટલી નકલી કચેરી કૌભાંડનો આંકડો 25 કરોડને પાર ગયો છે. અત્યાર સુધી પૂર્વ IAS અધિકારી સહિત 11 આરોપી ઝડપાયા છે. ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો શું છે ખેડૂતો માટેની સોલાર યોજના ? નાના ખેડૂતો આધુનિક ટેકનોલોજીથી જોડાશે : પીએમ મોદી
Latest Videos
Latest News